/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/IMG-20190124-WA0253-12.jpg)
૨૪મી જાન્યુઆરીના દિવસને વિશ્વમાં રાષ્ટ્રીય દિકરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આરોગ્ય વિભાગ શાખા અને તાલુકા પંચાયત તાપી મહિલાઓનું સન્માન જળવાય અને મહિલાઓ પુરૂષ સમોવડી બની તેઓનું સશકિતકરણ થાય તથા સેકસરેશીયો જળવાય તે માટે કટ્ટીબદ્ધ છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/01/IMG-20190124-WA0251-11-1024x682.jpg)
રાષ્ટ્રીય દિકરી દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજી ગ્રાઉન્ડથી કબુતર ખાના વ્યારા સુધી બેટી વધાવોના બેનર અને સુત્રોચ્ચાર સાથે મહારેલી કાઢવામાં આવી હતી. મહારેલીને કલેકટર ડામોર અને સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસે લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા નર્સીંગ સ્કુલની વિદ્યાર્થીઓ, હોમીયોપેથીક કોલેજના વિદ્યાર્થીઓ સિહત 500 થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલીમાં ડી.જે.તાલે બેટી વધાવો અંગેના ગરબા દ્વારા રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ૨૪ જાન્યુઆરીના રોજ જન્મેલ દિકરીઓને જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે ડો. હર્ષદ બી.પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા ડો. હર્ષિદાબેન ગામીત, આર.એમ.ઓ જનરલ હોસ્પિટલ, વ્યારાના હસ્તે બેબી કીટ, મીઠાઈ અને ચાંદીનો સિક્કો આપી દીકરી જન્મને વધાવવામાં આવી હતી.