/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/01/387_06_19_43_Sahid_1_H@@IGHT_316_W@@IDTH_589.jpg)
ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેે શહીદવીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરીના રોજ સવારે 11 વાગ્યે બે મિનિટનું મૌન પાળવામાં આવશે. આ રીતે સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોનું ઋણ અદા કરાશે.
મંગળવારનાં રોજ સવારે 10-50 થી 11 વાગ્યા સુધી સાયરન વગાડાશે સાયરન બંધ થાય કે તુરંત જ્યાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ પોતાની જગ્યાએ ઉભા રહીને મૌન પળાશે. શક્ય હોય ત્યાં વર્કશોપ- કારખાના અને કચેરીઓનું કામકાજ બંધ રાખવામાં આવશે. આકાશવાણી પણ બે મિનિટ પોતાના કાર્યક્રમો બંધ રહેશે. રસ્તા પરના વાહન વ્યવહાર શક્ય હોય ત્યાં સુધી પોતે તે જોવાની અપીલ કરાઈ છે.
ઉપરાંત સવારે 11 વાગ્યે ઉપડતી ટ્રેનો તથા વિમાનોને તેમના મથકે બે મિનિટ માટે થોભાવવામાં આવશે.મૌનનો સમય પૂરો થયા બાદ સવારે 11 : 02 થી 11 - 03 વાગ્યા સુધી ફરીથી સાયરન વગાડાશે ત્યારે લોકોએ પોતાનું કામ ફરીથી શરુ કરી શકશે. ગાંધીનગરમાં સચિવાલય, સરકીટ હાઉસ, પ્રેસ, વિધાનસભા, પાટનગર યોજના ભવન ખાતે સાયરન વગાડાશે