શાહરૂખ ખાનને  ક્રિસ્ટલ એવોર્ડ એનાયત કરાયો

New Update
શાહરૂખ ખાનને  ક્રિસ્ટલ એવોર્ડ એનાયત કરાયો

સ્વિટ્ઝરલેન્ડનાં દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની શરૂઆત થઈ રહી છે. અહીં 20 વર્ષ બાદ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફોરમમાં હાજરી આપવા માટે પહોંચી ગયા છે. આ સાથે ભારતથી ઘણા બિઝનેસમેન, મંત્રીઓ અને બોલિવુડ સેલિબ્રિટી પણ પહોંચી છે.

publive-image

ભારતનાં સમય પ્રમાણે ત્યાં તારીખ 22મીએ સાંજે પાંચ વાગ્યે આ કાર્યક્રમની શરૂઆત થઇ હતી. જેમાં બોલિવુડના કિંગખાન તરીકે પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાનને વર્લ્ડ ઈકોનોમિક ફોરમ તરફથી ક્રિસ્ટલ એવોર્ડ એનાયત કરાયો છે. એવૉર્ડ એનાયત થતા કિંગખાન એ WEFના આયોજકોને ધન્યવાદ કહ્યું. તેની પહેલાં તેમણે સ્વિટ્ઝરલેન્ડના બર્ફીલા વાતાવરણની વચ્ચે પોતાની સિગ્નેચર સ્ટાઇલમાં એક ફોટોશૂટ કરાવ્યો હતો.

ક્રિસ્ટલ એવોર્ડથી સન્માનિત થતા સમયે શાહરૂખે લાખો લોકોનાં દિલો પર રાજ કરનાર બ્લૈંચેટના વખાણ કર્યા. તેને આ પુરસ્કાર ભારતમાં બાળ અને મહિલા અધિકારીની હિમાયત કરવા માટે મળ્યો છે.

Latest Stories