શિક્ષકે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરતા વિદ્યાર્થિનીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

શિક્ષકે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરતા વિદ્યાર્થિનીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
New Update

પાટણમાં શિક્ષણ જગતને લજવે તેવી ફરી એક ઘટના સામે આવી

પાટણમાં શિક્ષણ જગતને લજવે તેવી ફરી એક ઘટના સામે આવી છે. પાટણ જિલ્લાનાં રાધનપુરમાં શિક્ષક દ્વારા વારંવાર વિદ્યાર્થિની પાસે બિભત્સ માંગણી કરવામાં આવતા વિદ્યાર્થિનીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને લઇને શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર પાટણ જિલ્લાનાં રાધનપુરમાં ધોરણ-12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થિનીએ પોતાની સુસાઇડ નોટમાં લખ્યુ હતુ કે શિક્ષક દ્વારા વારંવાર બિભત્સ માંગણી કરાતી હોવાથી તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે.

વિદ્યાર્થિનીએ પોતાની સુસાઇડ નોટમાં લખ્યુ હતુ કે, “મારી સ્કૂલનાં શિક્ષક હિરેન પંડ્યા મને વારંવાર પ્રેમ સંબંધ બાંધવા ટૉર્ચર કરતા હતા અને મને જબરદસ્તીથી એક મોબાઇલ ભેટમાં આપ્યો હતો. તેમણે કહ્યું હતુ કે આખો દિવસ મારી જોડી વાત કરવાની. એક દિવસ ઘરમાં કોઇ નહતુ ત્યારે તેઓ ઘરમાં ઘુસી ગયા હતા અને મારી સાથે અડપલા પણ કર્યા હતા. મારા મોત માટે હિરેન પંડ્યા જવાબદાર છે, તેને જરૂરથી સજા અપાવજો.” આ ઘટનાને લઇને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article