/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/06/shirdi-sai-baba.jpg)
શિરડી સાંઈ મંદિરમાં વીજળી ઉત્પન્ન કરવાં માટે એક નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, શિરડીમાં દર્શન કરવા આવતા ભાવીભક્તોના ચાલવા થી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે, આ પ્રયોગમાં અંતર્ગત ભક્તોના માર્ગ પર એવા સાધનો બેસાડવામાં આવશે જે દબાતા વીજળી ઉત્પન્ન થશે,હકીકતમાં શ્રી સાંઇબાબા સંસ્થાન ટ્રસ્ટે એક ખાનગી કંપની સાથે મળી ફૂટ એનર્જી તૈયાર કરવાનો નિર્ણય લીધો છે.દેશમાં પહેલીવાર આવો પ્રયોગ થઈ રહ્યો છે. ૨૦૦ બલ્બ, ૫૦ પંખા ચલાવી શકાય એટલી વીજળી ઉત્પન્ન થઈ શકશે.
સંસ્થાના અધ્યક્ષ અધિકારે જણાવ્યું હતું કે ભક્તો જે માર્ગ પર ચાલી ને મંદિર જાય છે,ત્યાં બસો જેટલા પેડલ લગાવવામાં આવશે,જેમ-જેમ ભક્તો આગળ વધશે અને પેડલ દબાશે એટલે ત્યાં થી વીજળી ઉત્પન્ન થશે.આ પેડલની કિંમત 1 લાખ જેટલી હશે, પરંતુ સંસ્થાન પેડલ માટે કોઈ ખર્ચ નહીં કરે. જે કંપની સાથે કરાર થયો છે એ બીઓટી બિલ્ટ ઓપરેટ એન્ડ ટ્રાન્સફરના ધોરણે કામ કરશે,જાણવા મળ્યું હતું કે રોજ શિરડી સાંઈ મંદિરમાં 50 હજારથી વધુ ભક્તો દર્શન માટે આવતા હોય છે,એટલે લાઇનમાં ચાલતા ભક્તો થકી વીજળી ઉત્પન્ન કરવાની આ પ્રક્રિયા અનોખી છે અને દેશમાં પહેલીવાર આનો પ્રયોગ થઈ રહ્યો છે.
આગામી બે મહિનામાં આનું ટ્રાયલ શરૂ થશે. આ પ્રોજેક્ટથી પેદા થનારી વીજળીનો ઉપયોગ કરી લાઇનમાં ઊભેલા ભક્તો માટે પ્રકાશ અને પંખાની વ્યવસ્થા કરાશે.