/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/sl-v-sa-784x441.jpg)
દક્ષિણ આફ્રિકા વર્લ્ડકપ 2019ની રેસ માંથી બહાર થઇ ગયું છે.
વર્લ્ડકપ 2019ની 35મી મેચમાં દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા આમને સામને. દક્ષિણ આફ્રિકા વર્લ્ડકપ 2019ના પોઇન્ટ ટેબલમાં 3 પોઇન્ટ સાથે નવમા ક્રમે છે. તે અત્યાર સુધી 7 મેચ રમી ચૂક્યું છે જેમાંથી તેને 1 મેચમાં જીત મળી છે તો 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે તથા 1 મેચ રદ થઇ હતી, જેથી વર્લ્ડકપ 2019ની રેસમાંથી બહાર થઇ ગયું છે.
જયારે બીજી તરફ શ્રીલંકા વર્લ્ડકપના પોઇન્ટ ટેબલમાં 6 પોઇન્ટ સાથે સાતમા ક્રમે છે. શ્રીલંકા અત્યાર સુધી 6 મેચ રમી ચૂક્યું છે જેમાં તેને 2 મેચમાં જીત મળી છે તો 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે તો 2 મેચ વરસાદના કારણે રદ થઇ હતી. શ્રીલંકા માટે સેમીફાયનલની લિસ્ટમાં જવા માટે બાકીની ત્રણ મેચ જીતવી જરૂરી બની ગઈ છે. તો બીજી તરફ રેસ માંથી બહાર થઇ ગયેલી દક્ષિણ આફ્રિકા શ્રીલંકા માટે મોટો અપસેટ સર્જી શકે તેમ છે.