સની દેઓલ અને રાજુ કુમાર સંતોષી ૨૨ વર્ષ બાદ ફરી સાથે કામ કરશે

New Update
સની દેઓલ અને રાજુ કુમાર સંતોષી ૨૨ વર્ષ બાદ ફરી સાથે કામ કરશે

સની દેઓલ બોલીવૂડમાં ફરી સક્રિય થઇ રહ્યો છે. તે એક પછી એક ફિલ્મો સાઇન કરતો જાય છે. આ વરસે તેની 'ભૈયાજી સુપરહિટ અને યમલા પગલા દીવાના રીલિઝ થવાની છે. જ્યારે બીજી બાજુ રિપોર્ટસની માનીએ તો સની દેઓલ અને રાજકુમાર સંતોષી ફરી સાથે કામ કરવાના છે. ભૂતકાળમાં આ જોડીએ 'દામિની, ઘાયસ અને ઘાતક જેવી સુપરહિટ ફિલ્મો આપી છે.

૨૨ વર્ષ બાદ સની દેઓલ અને રાજકુમાર સંતોષી સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યા છે. આનંદ એલ રાયના બનેર તળે બનનારી ફિલ્મમાં બન્ને સાથે કામ કરશે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦૧૯માં શરૃ થાય તેવી શક્યતા છે. હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.

સની દેઓલની છેલ્લી ફિલ્મ ૨૦૧૭માં આવી હતી. 'પોસ્ટર બોય ફિલ્મમાં સનીએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું. જોકે આ ફિલ્મ બોક્સઓફિસ પર ટંકશાળ પાડી શકી નહોતી. પરંતુ દર્શકોએ વખાણી હતી. ૨૦૧૮માં સનીની 'યમલા પગલા દીવાના સપ્ટેમબરમાં રીલિઝ થાય તેવી શક્યતા છે. જ્યારે ભૈય્યાજી સુપરહિટ અને મોહલ્લા અસ્સીની પણ લોકો રાહ જોઇ રહ્યા છે.

Also Read: હવે આલિયા ભટ્ટે સુપરસ્ટારર્સને રાખ્યા પાછળ, બની ઇન્સ્ટાગ્રામ ક્વિન

Latest Stories