સરદાર પટેલ જન્મ જ્યંતિ નિમિત્તે રાષ્ટ્રિય એકતા દિવસની ભરૂચમાં થઈ ઉજવણી

New Update
સરદાર પટેલ જન્મ જ્યંતિ નિમિત્તે રાષ્ટ્રિય એકતા દિવસની ભરૂચમાં થઈ ઉજવણી

લોહપુરૂષ સરદાર પટેલની જન્મ જયંતિ ૩૧ મી ઓક્ટોબરને

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય એકતા માટેની દોડ રન ફોર યુનિટિ, રાષ્ટ્રીય એકતા શપથ તથા રાષ્ટ્રીય એકતા પરેડ સાથે

જિલ્લા મથકોએ ઉજવણી કરવાનું રાજ્યવ્યાપી આયોજન અન્વયે જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ અને

નગરપાલિકા ભરૂચના સંયુક્ત ઉપક્રમે સી.એમ. પાર્ટી પ્લોટ, નગરપાલિકા કચેરી પાછળ ભરૂચ ખાતે સહકાર રાજ્ય મંત્રી

ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ

અવસરે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયા, નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારી કલસરીયા ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી સહકાર રાજ્યમંત્રી

ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં રન ફોર યુનિટિ કાર્યક્રમ અંતર્ગત એકતા દોડનું

આયોજન થયેલ છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતિ નિમિત્તે તેઓને વંદન કરતાં

સરદાર સાહેબે વેરવિખેર થતાં ભારતને અખંડિત કરવાનું કામ દ્રઢ સંકલ્પ શક્તિ અને

ત્વરિત નિર્ણય શક્તિને કારણે અખંડ ભારતનું નિર્માણ શક્ય બન્યું છે. ૫૬૨ જેટલાં

દેશી રજવાડાઓને એક કરવાનું કઠીન કામ તેઓએ કુનેહપૂર્વક કર્યું તે જ તેઓની વિલક્ષણ

કુશાગ્ર બુધ્ધિનો પુરાવો છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહની

દીર્ઘ દ્રષ્ટિથી કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મિરમાંથી ૩૭૦ ની કલમ રદ કરતાં ભારત સાચા

અર્થમાં એક અને અખંડ રાષ્ટ્ર બન્યું છે જે સરદાર સાહેબનું એક અને અખંડ રાષ્ટ્રનું

સપનું સાકાર થયું છે. કેવડિયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા

સ્ટેચ્યુ ઓફ યુનિટિ જે દેશ અને દુનિયામાં આકર્ષણનું સ્થળ બનેલ છે. જે સરદાર

સાહેબને સાચા અર્થમાં ભાવાંજલિ અર્પી છે. દેશને અખંડિત રાખવાના સરદાર સાહેબના

પ્રયાસને આપણે સૌ ભેગા મળીને આગળ લઈ જવા સૌ નાગરિકો પોતાનું યોગાદાન આપે તેવી

અપેક્ષા સેવી હતી.

જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ એકતા અને

અખંડિતતાના શિલ્પી એવા સરદાર સાહેબની જન્મજ્યંતિએ તેઓને વંદન કરતાં રન ફોર યુનિટિ

અંતર્ગત એકતા માટેની દોડમાં ઉપસ્થિત મહાનુભાવો, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ તથા નાગરિકોને આવકાર્યા હતા. તેમણે સરદાર

પટેલની જન્મજ્યંતિએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે રન ફોર યુનિટિ

કાર્યક્રમ અંતર્ગત એકતા માટેની દોડમાં દોડીને એકતાનો સંદેશ જન જન સુધી પહોંચાડવાનો

છે અને એ માટે આપણે સહુ કટિબધ્ધ બનીએ તેમ જણાવ્યું હતું.

આ અવસરે ઉપસ્થિત સૌ નાગરિકોએ રાષ્ટ્રીય એકતાના શપથ પણ

લીધા હતા. રન ફોર યુનિટિ કાર્યક્રમ અંતર્ગત એકતા માટેની દોડનું પ્રસ્થાન સહકાર

રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા મહાનુભાવો દ્વારા કરાવવામાં આવ્યું હતું. એકતા

દોડ સી.એમ. પાર્ટી પ્લોટથી શરૂ થઈ સિવિલ હોસ્પિટલ, કલેક્ટર કચેરી, શક્તિનાથ, પાંચબતી થઈ સી.એમ. પાર્ટી પ્લોટ ખાતે પરત ફરી હતી. આ

રન ફોર યુનિટિ એકતા દોડમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, અધિકારીઓ-કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ

અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.        

Latest Stories