/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/fgfdg.jpg)
સરદાર સરોવર નર્મદા ડેમના 2017માં દરવાજા લાગ્યા એ બાદ 9મી ઓગસ્ટના દિવસે 131 મીટરની સપાટી જાળવી રાખવા ડેમના 25 દરવાજા ખોલાયા હતા,એ ઐતિહાસિક ઘટના કહેવાય.દરવાજા ખોલાયા બાદ પ્રવાસીઓ પણ ડેમનો નજારો જોવા ઉમટી પડ્યા હતા.હવે સરદાર સરોવર નર્મદા ડેમની SRP નર્મદા બટાલિયન(ગ્રુપ 18)હાલ સુરક્ષા કરી રહી છે.નર્મદા ડેમના દરવાજા ખોલાયા બાદ પ્રવાસીઓએ નયનરમ્ય દ્રશ્યને પોતાના મોબાઈલમાં વિડીયો રૂપે કેદ કર્યું હતું,એ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
પણ એ વાયરલ વીડિયોમાં એક વિડીયો એવો સામે આવ્યો છે કે જે વિડીયો સરદાર સરોવર નર્મદા ડેમની સુરક્ષા પર સવાલ પેદા કરી લે છે,સુરક્ષા માત્ર નામની જ હોવાનું પણ સાબિત કરે છે.ડેમની ગેલેરી જવાના રસ્તે દીવાલની બિલકુલ નજીકથી પાણી છોડાયાના દ્રશ્યનો એક વિડીયો સામે આવ્યો છે.એ વિડીયો જે જગ્યાએથી લેવાયો છે એ જગ્યા એકદમ સંવેદનશીલ છે,ત્યાં સુધી ડેમના કર્મચારીને જવા માટે પણ કેટલીયે તપાસ માંથી પસાર થવું પડે છે,સામાન્ય વ્યક્તિની વાત જ શુ કરવી.આ વીડિયો કોણે સુટ કર્યો,જો કોઈ પ્રવાસીએ કે સુરક્ષા કર્મીએ પણ એ વિડીયો સૂટ કર્યો હોય તો એ એક ગંભીર બાબત જરૂર કહેવાય.