/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/WhatsApp-Image-2018-05-26-at-09.13.47.jpeg)
વાલિયા તાલુકાના આદિવાસી યુવાનોએ સાગબારા તાલુકાના તુમડાવાડી ગામના આદિવાસી સમુદાયના બેઘર બનેલ લોકોની મુલાકાત લઈ જીવન જરૂરિયાતની સામગ્રીની વિતરણ કરી માનવતા મહેકાવી હતી. સાગબારાના તુમડાવાડીના ગામના 69 ગરીબ પરિવારોનાં 150 લોકોના ઘરોનું વહીવટી તંત્ર અને વન વિભાગ તેમજ પોલીસ તંત્ર દ્વારા ડીમોલેશન કરવામાં આવ્યું હતું. જેનાં કારણે બેઘર ગોવાળિયા આદિવાસી સમુદાયના લોકોની આજરોજ વાલિયાનાં યુથ પાવૉર ટીમ દ્વારા મુલાકાત લઈ જરૂરી અનાજની કીટનું વિતરણ કર્યું હતું.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/05/WhatsApp-Image-2018-05-26-at-09.13.44-1024x579.jpeg)
આ પરિવારોની સામે થયેલ અત્યાચારો અંગે વિગતવાર માહિતી મેળવી તેઓના હક્કો માટે આંદોલનનો માર્ગ અપનાવવા ખાતરી આપી હતી.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/05/WhatsApp-Image-2018-05-26-at-09.13.42-1024x579.jpeg)
અત્યાચારના શિકાર બનેલ આદિવાસી સમાજના લોકોની વાલિયાના રજની વસાવા,હરેશ વસાવા,વિનય વસાવા,વિજય વસાવા,મનીષ વસાવા અને સહિતના આગેવાનોએ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત લેનાર તમામ આદિવાસી યુવાનોએ સરકાર સહાય નહિ કરે તો તેણે ગરીબોના હક્કો પર તરાપ પણ મારવો નહિ તેવી ટિપ્પણી કરી વિરોધ નોંધાવ્યો હતો.