સાચણ ગામે માવતર ટ્રસ્ટ દ્ધારા વૃક્ષા રોપણ

New Update
સાચણ ગામે માવતર ટ્રસ્ટ દ્ધારા વૃક્ષા રોપણ

વાગરાના સાચણ ગામે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો. માવતર ટ્રસ્ટ વહિયાલ દ્ધારા સામાજિક ઉત્થાન સાથે પર્યાવણની સુરક્ષા અંગેની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. છોડવાઓના રક્ષણ માટે ૩૦૦ થી વધુ ટ્રી ગાર્ડનું અનેક ગામોમાં વિતરણ કર્યું હતુ.

publive-image

માવતર ટ્રસ્ટ અને સાચણ ગામની પ્રાથમિક શાળાના સયુંકત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપસ્થિત લોકોએ શાળા કેમ્પસ અને ગામની ભાગોળે વૃક્ષો વાવ્યાં હતાં. આ કાર્યક્રમમાં કલરટેક્સના પ્રોજેક્ટ હેડ મહેન્દ્રસિંહ વશી,તાલુકા સભ્ય જીતેન્દ્રસિંહ સિંધા,માવતર ટ્રસ્ટના પ્રમુખ અજીતસિંહ રાજ,ખેડૂત અગ્રણી દિપકસિંહ રાજ,ભૂપતસિંહ રણા,ડે. સરપંચ સત્યમસિંહ રાજ, ડી.આર.ડી.એ ના મેઘાબેન,આચાર્ય શૈલેષભાઇ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

Latest Stories