સાબરકાંઠા : કાણીયોલ ગામમાં માત્ર બે કલાક જ દુકાનો ખુલશે, જુઓ શું છે કારણ

સાબરકાંઠા : કાણીયોલ ગામમાં માત્ર બે કલાક જ દુકાનો ખુલશે, જુઓ શું છે કારણ
New Update

સાંબરકાઠા જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહયું છે ત્યારે હિમંતનગર પાસે આવેલાં કાણીયોલ ગામના લોકોએ સ્વયંભુ રીતે એક સપ્તાહ સુધી લોકડાઉન પાળવાની શરૂઆત કરી દેવામાં આવી છે.



અત્યાર સુધીમાં સાબરકાંઠા જીલ્લામાં 5000 જેટલા કોરોના પોઝેટીવ કેસ નોધાઇ ચુક્યા છે ત્યારે વધતા સંક્રમણને અટકાવવા માટે ગામડાઓ સ્વંયભુ બંધ પાળવા તરફ આગળ આવ્યા છે. જિલ્લાના મુખ્યમથક હિંમતનગર નજીક આવેલાં કાણીયોલ ગામમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે ગામને સાત દિવસ સ્વયંભુ બંધ રાખવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે. આગેવાનોએ બેઠક કરી ગ્રામજનોની સુખાકારી માટે સાત દિવસ સંપૂર્ણ લોકડાઉન રાખવા સહમતી દર્શાવી હતી અને લોકડાઉનનો અમલ શરૂ કરી દેવાયો છે.



હિંમતનગર તાલુકાના કાણીયોલ ગામમાં આશરે 2200 જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે ગામમાં વસતા ગ્રામજનો મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંક્રયેલ છે ત્યારે ગામમાં સ્થાનિકોને કોરોના કેસ પોઝીટીવ આવ્યા છે. લોકડાઉન દરમિયાન ગામમાં આવેલ તમામ દુકાનો પણ બંધ રહેશે પણ આવશ્યક ચીજ વસ્તુની દુકાન સવાર સાંજ બે- બે કલાક શરૂ રહેશે. ગામલોકોના સહયોગથી લોકડાઉનનો ચુસ્ત અમલ થઇ રહયો છે.





એક તરફ રાજ્યમાં દિન પ્રતિદિન કોરોના કેસોમાં ધરખમ વધારો નોંધાઇ રહ્યો છે. સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રી કરફ્યુ અમલ કરી સંક્રમણ અટકાવવા પ્રયત્ન કરી રહ્યુ છે તો બીજી તરફ સ્થાનિકો સ્વંયભુ પણ બંધ પાળી કોરોના સંક્રમણ ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યા છે.

#Kaniyol Village #lockdown #Gujarat #LokDown Return #Sabarkantha
Here are a few more articles:
Read the Next Article