સાબરકાંઠા : ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્રનો સપાટો, દબાણકર્તાઓમાં ફફડાટ

સાબરકાંઠા : ગેરકાયદેસર દબાણો પર વહીવટી તંત્રનો સપાટો, દબાણકર્તાઓમાં ફફડાટ
New Update

સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેરમાં આવેલ બજાર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે આડેધડ બાંધકામો ઉભા કરી

દેવામાં આવ્યા છે, ત્યારે જિલ્લા કલેક્ટર તેમજ પ્રાંત અધિકારીની સુચના અનુસાર દબાણો દુર

કરવા આવ્યા હતા.

publive-image

તલોદ શહેરના બજારમાં આવેલા કાચા પાકા બાંધકામો તેમજ લારી-ગલ્લાના

દબાણો દૂર કરવામાં આવતા નગરજનોમાં ફફરાટ જોવા મળ્યો

હતો. કેટલાક સમયથી દબાણોના કારણે ટ્રાફિક થતાં પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યારે લોકોને અડચણરૂપ દબાણો હટાવતા લોકોમાં પણ ખુશી જોવા મળી હતી. દબાણો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરાતા તલોદના ગેરકાયદેસર બાંધકામ કરનારાઓમાં ફફડાટ

વ્યાપી ગયો હતો. આવનાર સમયમાં ઉજેડીયા, હરસોલ અને તાજપુરમાં પણ થયેલા ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં

આવશે. સમગ્ર દબાણ પ્રક્રિયા દરમ્યાન મામલતદાર અગરસિંહ, તલોદ નગરપાલિકા ચીફ ઓફિસર, તલોદ પોલીસ મથકનો કાફલો હાજર રહ્યો હતો.

#Sabarkantha
Here are a few more articles:
Read the Next Article