New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/ea26fe97-53fd-4e74-9bbb-80cf2e351d03.jpg)
સુરતના સરથાણામાં રહેતા એક યુવકને મહિલા દ્વારા ફોન કરી ધાક ધમકીઓ આપી દોઢ લાખની માંગ કરી બ્લેક મેલિંગ કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા પોલીસે એક મહિલા સહીત ચાર પુરુષોને ઝડપી પાડ્યા છે.
સુરતના સરથાણા પી.આઈ. એન. ડી. સોલંકી પાસે એક યુવાન આવ્યો હતો અને તેને જણાવ્યું હતું કે મને કેટલાક લોકો ફોન કરી દોઢ લાખની માંગ કરી રહ્યા છે આ ઉપરાંત મને સમાજમાં બદનામ કરી દેવાની પણ ધમકી આપી રહ્યા છે મામલાની ગંભીરતા જોઈ પોલીસે યુવાનને સાથે રાખી વોચ ગોઠવી હતી અને યુવાનને બ્લેકમેલીંગ કરી દોઢ લાખની માંગ કરતી એક મહિલા સહીત ચાર પુરષને ઝડપી પાડ્યા હતા પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી તેઓના વિરુધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Latest Stories