સાહેબે મારી CD બતાવવાનો ધંધો કર્યો, મને કોઇ ફરક નથી પડતો, હાર્દિક પટેલ

New Update
સાહેબે મારી CD બતાવવાનો ધંધો કર્યો, મને કોઇ ફરક નથી પડતો, હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલન સમિતિનાં નેતા હાર્દિક પટેલે વડોદરામાં યુવા બેરોજગાર સંમેલનને સંબોધન કર્યુ હતુ. આ પહેલા છાણી ખાતે થી હાર્દિકે રોડ શો યોજ્યો હતો. આ રોડ શો સંગમ ચાર રસ્તા ખાતે પહોંચ્યો હતો. યુવા બેરોજગાર સંમેલનને સંબોધતા હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે, મોદીના ગુજરાતના 50 દિવસના પ્રવાસમાં વિકાસની તો કોઇ વાત જ સાંભળવા મળી નથી, તેઓએ 22 વર્ષના શાસનમાં વિકાસ તો દેખાડ્યો નથી, પરંતુ સાહબે 22 વર્ષના છોકરાની સેક્સ સીડી બતાવવાનો ધંધો કર્યો છે, પરંતુ તેનાથી મને કોઇ ફરક પડતો નથી.

હાર્દિકે વધુમાં જણાવ્યુ હતુ કે વડોદરામાં જનમેદની જોઇને મારૂ મનોબળ વધ્યુ છે. સાહેબ જેવુ કહેવાની ઇચ્છા થઇ છે વડોદરા સાથે મારો જુનો સંબંધ છે. GST અને નોટબંધીને કારણે શહેરી વિસ્તારમાં બેરોજગારી વધી છે, વેપાર-ધંધા બંધ થઇ ગયા છે.

વધુમાં હાર્દિકે જણાવ્યુ હતુ કે હું સાહેબને ધન્યવાદ કરૂ છું, સાહેબ સરસમજાનાં ભયંકર જુઠ્ઠુ બોલનારા છે. પાકિસ્તાનમાં ગુજરાતની ચૂંટણીની વાત થાય છે તેવુ જુઠ્ઠાણુ બોલે છે અને ગુજરાતની પ્રજાને મુર્ખ સમજે છે. સાહેબ સી પ્લેનમાં ઉડીને તેઓ ગુજરાતનો વિકાસ બતાવવા માંગે છે પરંતુ સી-પ્લેન ક્યાંથી લાવ્યા છે તેનો ખુલાસો કરે.

Latest Stories