સી પ્લેનમાં પીએમ મોદી ઉડાન ભરીને ધરોઈ ડેમ ખાતે કરશે લેન્ડિંગ

New Update
સી પ્લેનમાં પીએમ મોદી ઉડાન ભરીને ધરોઈ ડેમ ખાતે કરશે લેન્ડિંગ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનાં બીજા તબક્કાનાં મતદાનનો પ્રચાર પૂરજોરમાં ચાલી રહ્યો છે, ત્યારે દેશભરમાં ગુજરાતમાં પ્રથમ વખત પીએમ મોદી SEA-પ્લેન મારફતે સાબરમતી રિવરફ્રન્ટનાં સરદાર બ્રિજ ખાતેથી રવાના થઈ ધરોઈ ડેમ ખાતે લેન્ડિગ કરશે.

વડાપ્રધાન મોદી ત્યાં રોડ માર્ગે અંબાજીનાં દર્શન કરશે અને બપોર બાદ ધરોઈ ડેમ ખાતેથી ‘સી પ્લેન’માં બેસીને અમદાવાદ પરત ફરશે. 2.30 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ સરદાર બ્રિજ ખાતે પરત આવશે.

આ સંપૂર્ણ યાત્રા દરમિયાન લોકો દ્ગારા ઠેર-ઠેર પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવશે. આ ક્રાંતિકારી પગલા થી ભવિષ્યમાં ગુજરાત ટૂરીઝમની દુનિયા ઘણા બધા લાભ થશે.

ઉલ્લેખનીય છે કે સી પ્લેન સાબરબતી રિવરફ્રન્ટ ખાતે આવી પહોંચ્યું છે અને હવે થોડા સમયમાં પીએમ મોદી તેમાં ઉડાન ભરીને ધરોઈ ખાતે જવા માટે રવાના થશે.

Latest Stories