સીએમ રૂપાણીને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રાખડી બાંધીને પાઠવી શુભેચ્છા

New Update
સીએમ રૂપાણીને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે રાખડી બાંધીને પાઠવી શુભેચ્છા

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી.રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સીએમ રૂપાણીને રાખડી બાંધી શુભેચ્છા પાઠવી હતી.

આ ઉપરાંત સીએમ વિજય રૂપાણીને રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે ભાજપ મહિલા મોરચાની બહેનો, બાળકો, NCCની વિદ્યાર્થિનીઓ તેમજ સાધના વિનયમંદિર ભૂયંગદેવની વિદ્યાર્થીનીઓના હસ્તે રાખડી બાંધવામાં આવી હતી.

જ્યારે રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે વ્હોરા અને મુસ્લિમ સમાજની બહેનોએ પણ સીએમ વિજય રૂપાણીને રાખડી બાંધી શુભકામનાઓ પાઠવી હતી.

Latest Stories