/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/1-24-1.jpg)
કેવડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ BRG એકોમોડેશન સ્ટે,એકતા દ્વારા અને સરદાર સરોવર રિસોર્ટનું લોકાર્પણ કર્યું હતું, સાથે આરોગ્ય વન, રિવર રાફટિંગની મુલાકાત કરી હતી. વધુમાં તેમને જણાવ્યું હતું કે દિવાળીની રજાઓમાં 5 લાખ થી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત આવે, તેના માટે પ્રવાસીઓને રાહત દરે રહેવા મળે એવી સુવિધા ઉભી કરવામાં આવી છે.
આગામી 31 ઓક્ટોબરના રોજ પી.એમ નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિનનો ભવ્ય કાર્યક્રમ યોજવાનો છે. ત્યારે તેમાં વિવિધ પ્રોજેક્ટો ખુલ્લા મુકશે, જે તમામ પ્રોજેક્ટો અને એકતા પરેડ યોજાવાની છે. જેનું પણ નિરીક્ષણ કર્યું હતું. મુખ્ય મંત્રી વિજય રૂપાણીનું BRG ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રૂપાણીએ આ વિવિધ લોકાર્પણો કરી પ્રવાસીઓ માટે રહેવાની ઉત્તમ સુવિધા ગણાવી હતી.મુખ્ય મંત્રીએ વિધાન સભાની ત્રણ બેઠકો પર ભાજપની હારને લઈને મૌન સેવ્યું હતું અને હસીને ચાલતી પકડી હતી.