સુંજવામાં આતંકી હૂમલામાં ઘાયલ થયેલી મહિલાએ આપ્યો બાળકીને જન્મ

New Update
સુંજવામાં આતંકી હૂમલામાં ઘાયલ થયેલી મહિલાએ આપ્યો બાળકીને જન્મ

જમ્મૂ કાશ્મીરમાં સુંજવામાં શનિવારે સેના શિબિર ઉપર થયેલા હુમલામાં ઘાયલ સગર્ભા મહિલાએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે. આ મહિલાને આતંકવાદી હૂમલામાં ગોળી વાગી હતી અને ત્યાર બાદ તેને પ્રસવપીડા ઉપડી હતી.

જ્યાં એક તરફ આતંકવાદીઓ અને સેના વચ્ચેની મુઠભેડમાં જીવ જઈ રહ્યા હતા ત્યારે એક નવા જીવે ધરતી ઉપર અવતરણ કર્યુ હતુ. મહિલાને સેનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેના સિઝેરીયન બાદ તેને એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો છે અને તેની તબિયત એકદમ સ્વસ્થ છે. જ્યારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે તેની હાલત ખૂબ ગંભીર હતી કારણ કે તેના શરીર માંથી ઘણુ લોહી વહી ગયુ હતુ.

ત્યારે મિલિટ્રી ડોક્ટરએ આગવી સૂઝબૂઝ વાપરીને મહિલા અને તેની બાળકી બંનેને હેમખેમ બચાવી લીધા હતા. શનિવારે વહેલી સવારે જૈસ-એ-મોહમ્મદનાં હથિયારો સાથે આતંકવાદીઓએ જમ્મૂ કાશ્મીરના સુંજવામાં સેના શિબિર ઉપર હૂમલો કર્યો હતો. જેમાં પાંચ જવાનો શહીદ થયા છે અને એક નાગરિકનું પણ મોત થયુ છે.

Latest Stories