સુરત : 501 ડોનરો પાસેથી 973 યુનીટ પ્લાઝમા કલેક્ટ, પ્લાઝામા ડોનેટ થેરાપીમાં સુરત જીલ્લો મોખરે

New Update
સુરત : 501 ડોનરો પાસેથી 973 યુનીટ પ્લાઝમા કલેક્ટ, પ્લાઝામા ડોનેટ થેરાપીમાં સુરત જીલ્લો મોખરે

કોરોના મહામારી વચ્ચે 501 લોકોના પ્લાઝામા ડોનેટ સાથે સમગ્ર રાજ્યમાં સુરત જીલ્લો અવ્વલ નંબરે આવ્યો છે, ત્યારે સૌપ્રથમ સુરત જિલ્લામાં પ્લાઝામા ડોનેટ થેરાપીથી શરૂઆત થતાં મોખરી રહ્યો છે.

રાજ્યભરમાં કોરોના વાયરસના વધતાં જતાં સંક્રમણે હાંહાકાર મચાવ્યો છે, ત્યારે સૌપ્રથમ સુરત જિલ્લામાં પ્લાઝામા ડોનેટ થેરાપીની શરૂઆત કરવામાં આવી હતી. પ્લાઝામા ડોનેટના કારણે ઘણા બધા કોરોનાગ્રસ્ત દર્દીઓ સાજા થઇ પરત ઘરે ફર્યા છે. કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે પ્લાઝમા થેરાપીથી કોરોનાગ્રસ્ત દર્દીઓને ઘણી રાહત થઈ છે. છેલ્લાં 2 મહિનામાં 501 ડોનરો પાસેથી 973 યુનીટ પ્લાઝમા કલેક્ટ કરવામાં આવ્યા છે. જેમાથી કુલ 672 યુનિટ પ્લાઝમાં ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જેમાં 575 સ્મીમેર હોસ્પીટલમાં અને 280 યુનિટ અન્ય હોસ્પિટલને આપવામાં આવ્યા છે, ત્યારે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ પ્લાઝામા ડોનેટ થતાં સુરત જિલ્લો અવ્વલ નંબરે આવી મોખરી રહ્યો છે.

Latest Stories