સુરત: BRTSના રુટ ઉપર, STની અડફેટે આધેડનું મોત. 

સુરત: BRTSના રુટ ઉપર, STની અડફેટે આધેડનું મોત. 
New Update

સામાન્ય રીતે BRTS નો રુટ મોડી રાત્રે ખાલી હોય છે,આ ખાલી રૂટનો ફાયદો ઉઠાવી, પુરઝડપે આવતી ગુજરાતની ST બસ (GJ18 Z 3045) ના ચાલકે એક આધેડ વર્ષ ના પુરુષ ને અડફેટમાં લીધો હતો. આ ઘટનામાં આધેડવયના નરસિંહભાઈ ચાવડાનું (ઉં 52) ઘંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.

સુરતનાં સરથાણા વિસ્તારમાં રવિવારે રાતે BRTSનાં ટ્રેક પર નરસિંહભાઇ ભીમજીભાઇ રસ્તો ઓળંગી રહ્યા હતા. રસ્તો ઓળંગતાની સાથે ચોક્સીમિલ સુરત થી મેસર કાતરા જતી ST બસે નરસિંહભાઇને અડફેટમાં લીધા હતા.આ ઘટનાને પગલે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી.ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તેમણે નરસિંહભાઈના મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ આખી ઘટનાના CCTVના ફૂટેજ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Here are a few more articles:
Read the Next Article