સુરત : ઉત્સવપ્રિય સુરતવાસીઓએ બતાવ્યો સંયમ, ઘરમાં જ રહીને ઉજવી ધુળેટી

New Update
સુરત : ઉત્સવપ્રિય સુરતવાસીઓએ બતાવ્યો સંયમ, ઘરમાં જ રહીને ઉજવી ધુળેટી

સુરતવાસીઓ કોઇ પણ ઉત્સવને હર્ષોલ્લાસથી ઉજવણી કરતાં હોય છે પણ ચાલુ વર્ષે કોરોનાના કારણે ધુળેટીનો ઉત્સવ એકદમ સાદગીથી ઉજવી તેમણે અનોખી સંયમતા બતાવી હત



ધુળેટીનો તહેવાર હોય અને સુરતના રસ્તાઓ સુમસાન જોવા મળે તે શકય નથી પણ આ વર્ષે કોરોના વાયરસના કહેરના કારણે રાજય સરકાર તથા સુરત મહાનગરપાલિકાએ શહેરીજનોને એકદમ સાદગીથી ધુળેટીની ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. ધુળેટીમાં વધુ લોકો ભેગા થાય તથા એકબીજા ઉપર કલર લગાવે તો કોરોના વાયરસ ઝડપથી ફેલાવાની શકયતાઓને ધ્યાનમાં રાખી જાહેરમાં ઉજવણી પર પાબંધી ફરમાવી દેવામાં આવી હતી. આજે સોમવારે ધુળેટીના દિવસે સુરતીલાલાઓએ ઘરોમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. સવારથી જ મહાનગરના રસ્તાઓ પર લોકો તથા વાહનોની ઓછી અવરજવર જોવા મળી હતી. લોકોએ છુટાછવાયા બહાર નીકળી એકમેક પર ગુલાલ લગાવી ધુળેટીના તહેવારની પરંપરાને જીવંત રાખી હતી. સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીએ સંયમ અને શિસ્ત દાખવવા બદલ શહેરીજનોનો આભાર માન્યો હતો.

Latest Stories