સુરત એરપોર્ટનો ૨૯૦૫ મીટર રનવે ઉપયોગમાં લેવામાટે DGCA ની મંજૂરી.

New Update
સુરત એરપોર્ટનો ૨૯૦૫ મીટર રનવે ઉપયોગમાં લેવામાટે DGCA ની મંજૂરી.

DGCA તરફથી સુરત એરપોર્ટને રનવેનો પૂરો ઉપયોગ કરવાની પરવાનગી મળી ગઈ છે. ડુમ્મસ દરિયા તરફથી ૨૯૦૫ મીટર અને વેસુ તરફ નડતરરૂપ બિલ્ડીંગના હિસાબે ૬૧૫ મીટર ડિસ્પ્લેસ કરી ને બાકી નો ૨૨૯૦ મીટર રનવે વેસુ તરફથી ઉપયોગમાં લઇ શકાશે, જેથી લોડ પેનલટી દૂર થશે અને એરલાઈન્સને પૂરેપૂરી સીટમાં પૅસેન્જર્સને બેસાડવાની મંજૂરી મળી જશે.

હવે કસ્ટમ એરપોર્ટ હોદ્દા માટે રાહ જવાઈ રહી છે. હોદ્દો મળે એટલે SAAC ના પ્રમુખ સંજય ઈઝહાવ અને એરઇન્ડિયા એક્સપ્રેસ સીઈઓ શ્રી શ્યામ સુંદરજી વચ્ચે થયેલ મિટિંગમાં નક્કી થાય મુજબ કોચીન -સુરત અને ૨ મહિનામાં *કોચીન -સુરત- શારજાહ * અને રિટર્ન ફ્લાઈટ ચાલુ થશે .

Latest Stories