/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/08175713/maxresdefault-96.jpg)
સુરત શહેરમાં ફરી કોરોના સંક્રમણ વધતા મનપા કમિશનરએ અધિકારીઓ સાથે મળી શહેરના રિંગરોડ પર આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં સરપ્રાઇઝ વિઝિટ કરી હતી.
સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. ટેક્સ્ટાઇલ માર્કેટ સહિત હીરા ઉદ્યોગમાંથી કોરોના સંક્રમણના સૌથી વધુ મામલા સામે આવી રહ્યા છે. કોરોનાને કાબુમાં લેવા પાલિકા ખડે પગે કામે લાગી છે. મનપા કમિશનર બંછાનિધિ પાણી દ્વારા આજે કાપડ માર્કેટની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી. માર્કેટમાં સુરક્ષા કવચ કમિટી બનાવવા માટે તૈયારી દાખવવામાં આવી છે. બહારગામથી શ્રમિકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે જેને લઈને કાપડ માર્કેટમાં કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વેપારીઓ બહારથી આવે તો ટેસ્ટ કરાવીને જ આવે તેવી ટકોર કરવામાં આવી છે. મનપા કમિશનરે સોશિયલ ડિસ્ટન્સ સહિતના મુદ્દે તપાસ કરી હતી. સેનિટાઈઝ સહિતની સુવિધાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પાલિકા કમિશનરે અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા.