સુરત કોંગ્રેસ કોર્પોરેટર બેઠા મનપા કચેરી બહાર ધરણા પર

સુરત કોંગ્રેસ કોર્પોરેટર બેઠા મનપા કચેરી બહાર ધરણા પર
New Update

સુરતના કોંગ્રેસ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી બહાર ધરણા પર બેસી ગયા છે. વરાછા ઝોન વિસ્તારમાં આવેલ ભાગ એ અને ભાગ બી વિસ્તારમાં સાધનો અને સ્ટાફ ની અછત સામે ધરણા પર બેઠા છે એમની સાથે એમના એકપણ કાર્યકર્તા નજરે નથી આવ્યા હતા.

સુરતના વરાછા ઝોનમાં સ્ટાફ અને સાધનો ની અછત પુરવા ની માંગ સાથે કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડિયા આજે એકલા મહાનગર પાલિકા મુખ્ય કચેરી બહાર ધરણા ઉપર બેસી ગયા છે. ધરણા ના શોખીન દિનેશ કાછડીયા કોઈપણ મુદ્દાને લઇ સુરતમાં વારંવાર ધરણા પર બેસવાના આદી છે. વરાછા ઝોન વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિ એ ખૂબ મોટો હોવાને કારણે ચુંટાયેલા પ્રતિનિધિઓની અવાર-નવાર ની સતત માંગણી બાદ જુનો સ્ટાફ અને જુના સાધન સરંજામથી જ ચલાવવામાં આવે છે. જેનાથી નારાજ થયેલા કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયા અનશન પર બેસી ગયા છે.

Here are a few more articles:
Read the Next Article