/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/08174316/maxresdefault-95.jpg)
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ રત્નદીપ હોસ્પિટલમાં દર્દીઓના સામાનની ચોરી કરતી હોસ્પિટલની જ મહિલા સફાઈ કર્મીની ખટોદરા પોલીસે ધરપકડ કરી હતી.
છેલ્લા એક માસ ઉપરાંતથી સુરત શહેરમાં અલથાણ વિસ્તારમાં આવેલ ખાનગી રત્નદીપ હોસ્પિટલમાંથી ડોક્ટર તેમજ દર્દીઓના મોબાઈલ ફોન સહિતની કિંમતી ચીજ વસ્તુઓની ચોરીની ફરિયાદ મેનેજમેન્ટને મળી હતી. ચોરીની શંકા હોસ્પિટલમાં સફાઈ કરતી મહિલા અર્ચનાસિંગ રાજીવસિંગ સીતારામ પર જતાં તેના વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલ સુભાષ નગરમાં રહેતી 30 વર્ષીય મહિલા અર્ચનાસિંગ રાજીવસિંગ સીતારામ અલથાણ ખાતે આવેલ રત્નદીપ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી છેલ્લા દોઢ મહિના દરમિયાન સારવાર હેઠળના કોરોનાના દર્દી અને તેમના સંબંધીની કિંમતી વસ્તુઓની ચોરી થતી હોવાની ફરિયાદ મેનેજમેન્ટને મળી હતી. જેમાં સારવાર હેઠળના કોરોનાના દર્દીના સંબંધીના રોકડા 10,000, મોબાઇલ ફોન, કાનની બુટ્ટી સહિતનાની ચોરીનો સમાવેશ થયો હતો હોસ્પિટલના મેનેજરે તપાસ કરતા સફાઈ કામ કરતા મહિલા અર્ચના સિંઘનું નામ બહાર આવ્યું હતું. પોલીસે ફરિયાદના આધારે આરોપી અર્ચના સિંહની ધરપકડ કરી પૂછતાછ કરતાં તેણીએ છેલ્લા દોઢ મહિનામાં 3 પલ્સ ઓક્સીમીટર,1 ગ્લુકો મીટર,100 ગ્લુકો મીટરની સ્ટ્રીટ,2 થર્મોમીટર મળી રૂપિયા 7700ની ચોરી કરી હોવાનું બહાર કબૂલ્યું હતું.