સુરત : ચલથાણ ગામના સ્થાનિકોની મધરાત્રિએ મીઠી નિંદ્રા થઈ અચાનક જ હરામ, કારણ જાણી આપ ચોંકી ઊઠશો..!

New Update
સુરત : ચલથાણ ગામના સ્થાનિકોની મધરાત્રિએ મીઠી નિંદ્રા થઈ અચાનક જ હરામ, કારણ જાણી આપ ચોંકી ઊઠશો..!

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ ગામે આવેલ બેન્ક ઓફ ઈન્ડિયાનું ઈમરજન્સી સાયરન રાત્રિના 3 વાગ્યાના સુમારે અચાનક વાગી ઉઠ્યું હતું, ત્યારે એકાએક સાયરન વાગતાં આસપાસના સ્થાનિકોમાં ભારે ગભરાટ જેવો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, સુરતના ચલથાણ ગામના મુખ્ય બજાર નજીક આવેલ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાં ગત શુક્રવારની રાત્રીના 3 વાગ્યાથી અચાનક જ ઈમરજન્સી સાયરન વાગી ઉઠ્યું હતું. જોકે મધરાત્રી દરમ્યાન એકાએક સાયરન વાગતાં મીઠી નિંદ્રા માળી રહેલા આસપાસના રહીશો ચોંકી ઉઠ્યા હતા. જેમાં સતત 8 કલાકથી પણ વધુ સાયરન વાગતાં બેન્કના કોઈપણ અધિકારીએ બેન્ક શાખાની મુલાકાત ન લેતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.

સમગ્ર મામલે ગામમાં જ રહેતા જિલ્લા પંચાયતના સભ્ય પુષ્પા મિસ્ત્રી દ્વારા બેન્કના મેનેજરનો ટેલીફોનિક સંપર્ક સાધી તેઓને હકીકતથી વાકેફ કરવામાં આવ્યા હતા. જે બાદ બેન્કના મેનેજર દ્વારા તાત્કાલિક ચલથાણ ગામે દોડી આવી સાયરન બંધ કરાવ્યું હતું. જોકે શનિ-રવિની રજા હોવાથી બેન્ક 2 દિવસથી બંધ રહેતા બેન્કની અંદર ગરમીનું પ્રમાણ વધી ગયું હતું. જેના કારણે ફાયર સેફટી માટે લગાડવામાં આવેલું ઈમરજન્સી સિક્યુરિટી સાયરન વાગ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Latest Stories