/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/02161841/maxresdefault-16.jpg)
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં દેશી દારૂનો ધંધો કરતા લિસ્ટેડ બુટલેગર પર બુટલેગરે જ ચપ્પુથી હુમલો કરી તેની હત્યા કરી હતી. જેમાં ડિંડોલી પોલીસે મુખ્ય આરોપી સહિત અન્ય બે લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, સણીયા કણદે ગામમાં અંજની નંદન સોસાયટીમાં રહેતો અજય પટેલ લિસ્ટેડ બુટલેગર હતો, ત્યારે ડિંડોલી વિસ્તારમાં દેશી દારૂનો વેપલો ચલાવતા અજય નામના બુટલેગર પર તેની સાથે રહી ચૂકેલા સાગરીતે ચપ્પુ વડે હુમલો કરી બુટલેગર અજય પટેલનું મોત નિપજાવ્યું હતું.
ડિંડોલી પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ધીરજ પ્રકાશ વાણી, અમોલ ઇશ્વર બારી, વાલ્મીકી અને ગાવઠી ગંગારામ પાટીલ આ તમામ બુટલેગર અજય પટેલના મિત્રો હતા. તેઓ પહેલા સાથે જ દારૂનો ધંધો કરતા હતા, ત્યારે તેમની વચ્ચે દારૂના ધંધાના રૂપિયાની લેવડ-દેવડ થતી હતી. જોકે રૂપિયાની લેવડ-દેવડમાં બુટલેગર અજય પટેલનો તેના સાથી ધીરજ વાણીના પિતા સાથે ઝઘડો થયો હતો. જેથી ધીરજ વાણી અજય પટેલને શોધતો હતો, ત્યારે ખરવાસા રોડ પરથી પસાર થતાં બુટલેગર અજય પટેલને અટકાવી તેના ઉપર ચપ્પુ વડે આડેધડ ઘા ઝીંકી તેની હત્યા કરી ત્યાથી નાસી છૂટ્યા હતા. જોકે અજય પટેલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, ત્યારે હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર મામલે અજય પટેલના સ્વજનોએ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારે ડિંડોલી પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે