સુરત-બેંગ્લુરુ વચ્ચેની પહેલી ફ્લાઇટમાં 180 પેસેન્જરની મુસાફરી, પાયલોટ પણ સુરતી

New Update
સુરત-બેંગ્લુરુ વચ્ચેની પહેલી ફ્લાઇટમાં 180 પેસેન્જરની મુસાફરી, પાયલોટ પણ સુરતી

એર એશિયા દ્વારા સુરતથી બેંગલુરુ ચ્ચેની ફ્લાઈટ 1 જૂનથી શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે આવેલી ફ્લાઇટ 30 મિનિટ વહેલી સુરત એરપોર્ટ પર આવી પહોંચી હતી. આ ફ્લાઇટનું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વોટર કેનન દ્વારા સેલ્યુટ કરી સ્વાગત કર્યું હતું. પ્રથમ દિવસે જ બેંગલુરૂથી સુરત મા 147 પેસેન્જરો ફ્લાઈટમાં આવ્યા હતા. જ્યારે સુરતથી બેંગલુરૂ જવા માટે 180 પેસેન્જરોએ મુસાફરી કરી હતી. આ ફ્લાઈટ ઉડાવનાર પાઈલોટ પણ યોગાનુયોગ સુરતનો જ ઋતુ ગોસ્વામી છે. તેણે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, હું પણ સુરતનો જ છું અને મારી પહેલી જ ફ્લાઇટ સુરતની આવી તેનો મને આનંદ પણ છે અને ગર્વની લાગણી પણ અનુભવું છું.

publive-image

પાઇલટ ઋતુએ જણાવ્યું હતું કે, મારો જન્મ સુરતમાં 20 સપ્ટેમ્બર, 1993માં સુરતમાં જ થયો હતો. વર્ષ 2015માં એર એશિયામાં પાઇલટનો ઇન્ટરવ્યુ આપતાં હું સિલેક્ટ થયો હતો. ત્યારથી જ બેંગલુરુ ખાતે હેડ-ક્વાર્ટરમાં હતો. એર એશિયાએ સુરત-બેંગલુરુની ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી ત્યારે જ મેં મારી કંપનીને મેઈલ કરીને જાણકારી આપી હતી કે, હું પણ સુરતનો જ છું. જો મને આ ફ્લાઇટનું પાઇલટિંગ કરવાની તક મળે તો આનંદ થશે. જે મેલ બાદ તરત જ કંપનીએ મને આ ફ્લાઇટ ઉડાવવાની તક આપી.

publive-image

એર એશિયાની સુરત-બેંગલુરુની ફ્લાઇટ પ્રથમ દિવસે બેંગલુરૂથી સુરત 147 પેસેન્જરો આવ્યા હતા. જ્યારે સુરતથી બેંગલુરુ 180 પેસેન્જરો ગયા છે. સાંસદ સી.આર. પાટીલ, દર્શના જરદોશ, ચેમ્બરના મનોજ સિંગાપુરી, રજનીકાત મારફતિયાની સાથે વી વોન્ટ વર્કિંગ એટ સુરત એરપોર્ટ ગ્રુપ પણ આવ્યું હતું.

Latest Stories