/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/ccv.jpg)
સુરત જીલ્લાના માંગરોળ તાલુકામાંથી પસાર થતી કિમ નદીમાં બે માસ પહેલા ભારે ઘોડાપૂર આવતા કિમ નદીના કિનારે આવેલ માંગરોળ, પારડી, આસારમાં, ગીજરમ સહીત ૧૫થી વધુ ગામની કૃષિ વીજ લાઇનના વીજ પોલ નમી પડ્યા છે, તેમજ તાલુકાના ઝાંખરડા, વસરાવી સહીત અન્ય ગામોની કૃષિ વીજ લાઈનના વીજ પોલ વધુ પડતા વરસાદના કારણે પડી ગયા હતા.
ઘટનાની જાણ આજુબાજુના ગામના ખેડૂતોને થતાં તેઓએ માંગરોળ તાલુકા મથક ખાતેની વીજ કચેરીમાં રજૂઆત કરી હતી. પરંતુ વીજ પોલ પડી ગયાના બે માસનો સમય વીતવા છતાં વીજ કંપનીના અધિકારીઓ કે કર્મચારીઓ કૃષિ વીજ લાઈનની સમારકામની કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી. આ બાબતે ખેડૂતો અવાર-નવાર સમારકામની રજૂઆતો કરતા રહે છે. તેમની રજૂઆતોને વીજ કંપનીના અધિકારીઓ ધ્યાન ઉપર ન લેતા ખેડૂતોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના જવાબદારો વિરુદ્ધ રોષ ફેલાયો છે.