/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/28103733/maxresdefault-313.jpg)
સુરત શહેરના પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ હીરા નગરમાં રહેતો ૧૧ વર્ષીય બાળક ગુમ થયો હતો. શોધખોળ દરમિયાન બાળકનો મૃતદેહ પરિચિત યુવકના મકાનમાંથી મળી આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરતા યુવકે જ બાળકની ગળુ દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.
ગેમના પોઈન્ટ ટ્રાન્સફર નહીં કરતા ૨૦ વર્ષીય યુવાનને ૧૧ વર્ષીય બાળકને ગળે ટૂંપો દઈને હત્યા કરી નાખતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. મોબાઇલમાં ગેમની લત કેટલીક હદ વિકૃત બનાવી દે છે તેનો આ સીધો પુરાવો છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ હીરા નગર ખાતે રહેતા મૂળ ઝારખંડના વતની સંતોષ અજયભાઈ તિવારી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક નાની પુત્રી છે. 11 વર્ષીય પુત્ર આકાશ તેની માતાને સોસાયટીમાં રમવા જવું છું. તેમ કહી ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. પરંતુ ક્યાંક ન મળતાં છેવટે ગુમ થવાની જાણ પાંડેસરા પોલીસ મથકમાં કરી હતી
પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી ઘટનામાં વધારે તપાસ આદરી હતી. પાંડેસરા પોલીસ બાળકને શોધવા લાગી ગઈ હતી. પોલીસે શંકાના આધારે પરિચિત યુવક 20 વર્ષે અમન સુરેશ શિવહરે ઉપર શંકા ગઈ હતી. પોલીસે તેને ઘરમાં તપાસ કરતા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકના ગળાના ભાગે ઈજાના નિશાન હોવાથી પોલીસે બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. બાળકના મૃતદેહનું ફરીથી પોસ્ટમોર્ટમ કરાયું હતું. હત્યારાને પોલીસે પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે બાળક સવારે તેના ઘરે મોબાઈલમાં ગેમ રમવા માટે આવ્યો હતો. ત્યારબાદ બપોરે ફરી ગેમ રમવા આવ્યો હતો. તેના મોબાઇલ લઇ અંદર ફ્રી ફાયર ગેમ રમતો હતો. અવાર નવાર તેનો ફોન નહીં લેવા બાળકને કીધા પછી પણ દિવસભર તેનો મોબાઈલમાં ગેમ રમતો હતો. દરમિયાન બાળકે તેના ડાયમંડ પોઇન્ટ્સ ટ્રાન્સફર કરી આપવા કહ્યું હતું. બાળકેના પાડતા ગુસ્સામાં આવી ગળુ દબાવી દીધું હતું. હાલ પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી અમન સુરેશ શિવહરેની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે