/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/18174535/maxresdefault-235.jpg)
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી અને વકીલપુરા ગામ નજીક આવેલ ભૂખી ખાડીનો માર્ગ ધોવાઈ જતા વાહનચાલકો સહિત રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
ગત તા. 17મી સપ્ટેમ્બરના માંગરોળ તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ વરસતા નદી-નાળા ફરી એકવાર છલકાયા હતા. જેમાં મોસાલી-વકીલપુરા ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડીમાં ભારે પાણીની આવક થતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. જોકે રસ્તાનું યોગ્ય રીતે કામ ન થતાં પાણીના પ્રવાહ સામે રસ્તો ટક્યો નહીં અને પાણીના પ્રવાહ સાથે જ વહી ગયો હતો, ત્યારે માર્ગ ધોવાઈ જતા વાહનચાલકો સહિત રાહદારીઓએ ભારે હાલાકીનો સામનો કર્યો હતો. જોકે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે ગ્રામજનોએ માર્ગ બંધ કરી દીધો હતો. રસ્તો ધોવાઈ જવાની જાણ થતાં જ માંગરોળ તાલુકાના ટીડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી રસ્તાનું નિરક્ષણ કર્યું હતું.
કનેક્ટ ગુજરાતની ટીમ દ્વારા ગ્રામજનો તેમજ વાહનચાલકોને પડતી હાલાકી વિષે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. જેમાં તાત્કાલિક સમારકામ શરૂ કરાવવાની ખાતરી આપવામાં આવી હતી, ત્યારે યુદ્ધના ધોરણે તંત્ર દ્વારા રસ્તાનું સમારકામ હાથ ધરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.