/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/IMG-20180506-WA0035.jpg)
સુરત શહેરમાં દિન પ્રતિદિન રીક્ષામાં મુસાફરોના મોબાઈલ ચોરી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. રીંગરોડ તેમજ માર્કેટ વિસ્તારમાં રીક્ષામાં કસબ અજમાવતી ટોળકી સક્રિય બની હતી. જેથી સલાબતપુરા પોલીસે આ દિશામાં કામગીરી હાથ ધરતાં પોલીસને મળેલી બાતમીના આધારે સહારા દરવાજાથી શિવશક્તિ માર્કેટ તરફ જતી એક રિક્ષામાં સવાર ટોળકી મુસાફરોના ખિસ્સા ખંખેરવાની ફિરાકમાં છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2018/05/IMG-20180506-WA0034-1024x586.jpg)
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આફીફ શેખ ઉર્ફે ફંટા શબ્બીર શેખ (રહે.લીંબાયત), હસીમ શેખ (રહે.ભેસ્તાન આવાસ), શેખ વસીમ(રહે,ચીમની ટેકરા) અને શેખ ફિરોજ (રહે.ભેસ્તાન આવાસ)ને પોલીસે પકડી પાડ્યા હતા. તેમની પાસેથી પોલીસે ચોરીના ૪ મોબાઇલ, રોકડ રકમ અને રિક્ષા મળી કુલ રૂપિયા ૧,૦૦,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ટોળકી ચોરીના મોબાઇલ ઉધના હરીનગરમાં રહેતા ભાવેશ વિજયરાજ વૈષ્ણવને વેચવી હોવાની કબૂલાત કરતાં પોલીસે ભાવેશના મેડીકલ સ્ટોર ઉપર રેડ કરી ૩૩ મોબાઈલ કબજે કર્યા હતા. પોલીસે ભાવેશની પણ ધરપકડ કરી હતી. આ સાથે પોલીસે ચોરીના ૩૭ મોબાઇલ, રોકડ રકમ, રિક્ષા મળી કૂલ રૂપિયા ૨,૮૭,૪૦૦નો મુદ્દા માલ કબજે કર્યો હતો.