New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/09152742/maxresdefault-107-2.jpg)
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ ગાયત્રી ખમણની ગલીમાં એક આંગણિયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટ ચલાવવામાં આવી હતી.
સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરી, ધાડ સહિત લૂંટની ઘટનાઓ અવારનવાર બની રહી છે, ત્યારે વરાછા વિસ્તારમાં આવેલ ગાયત્રી ખમણ ની ગલીમાં નટવર ચિનું પટેલ આંગણિયા પેઢીના ડિલિવરી બોય તરીકે સતીશ નામનો વ્યક્તિ રોડ પરથી ડિલિવરી આપવા પસાર થઈ રહ્યો હતો. તે દરમ્યાન અજાણ્યા લૂંટારુઓએ તેના પર હુમલો કરી લૂંટ ચલાવી ફરાઈ થઈ ગયા હતા.
સુરતની આંગણિયા પેઢીમાં મુંબઇ અને નવસારીથી 15 જેટલા કવર આવ્યા હતા. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી વહેલી તકે લૂંટારુઓએ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
Latest Stories