સુરત વિદ્યાર્થીઓ ઘેર થી અભ્યાસ કરવા સ્કૂલે જાય..પણ અહીં તો ઘર માંજ સ્કૂલ બનાવાઈ,તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં

New Update
સુરત વિદ્યાર્થીઓ ઘેર થી અભ્યાસ કરવા સ્કૂલે જાય..પણ અહીં તો ઘર માંજ સ્કૂલ બનાવાઈ,તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં

સુરત તક્ષશિલા અગ્નિકાંડ બાદ પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય નજરે દેખાઈ રહ્યું છે ઉધના અંબિકા નગર માં ઘર માં જ સ્કૂલ ચાલી રહી છે વિદ્યાર્થીઓ ઘર થી અભ્યાસ કરવા સ્કૂલે જાય. પણ અહીં તો ઘર માંજ સ્કૂલ બનાવાઈ છે.સુરતના ઉધના વિસ્તારમાં આવેલા અંબિકા નગર ખાતે ઘરમાં જ સ્કૂલ બનાવી દેવામાં આવી છે. અગ્રવાલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત જવાહર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ ચાલે છે.

કનેક્ટ ગુજરાતની ટીમે સ્કૂલની મુલાકાત લેતા ઘરને જ સ્કૂલ બનાવી દેવામાં આવી હોવાના દ્રશ્ય નજરે પડ્યા હતા. સ્કૂલમાં કોઈપણ પ્રકારના ફાયર સાધનો કે સુવિધાઓ દેખાય ન હતી. શાળા સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી બમણી ફી વસુલી કરતા હોય છે. ત્યારે સ્કૂલમાં કોઈ પણ પ્રકરણ સુવિધા ન જોવા મળી હતી તો પ્રશ્ન ઉભો થાય છે કે ક્યારે DEO, પાલિકા કમિશ્નરને આ સ્કૂલ દેખાશે..?

Latest Stories