/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/02172725/maxresdefault-19.jpg)
સુરતના વેસુ વિસ્તારમાં આવેલ એલ.પી.સવાણી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો, ત્યારે વાલીઓએ સ્કૂલ પ્રશાસનને રજૂઆત કર્યા બાદ કોઈ નિરાકરણ ન આવતાં DEO કચેરીએ રજૂઆત કરી હતી.
રાજ્યમાં હાઈકોર્ટના આદેશ અનુસાર, શાળાઓ દ્વારા ટ્યુશન સિવાય વાલીઓને સ્કુલ ફી માટે દબાણ કરી શકાશે નહિ, તેમ છતાં કેટલીક સ્કુલ દ્વારા ફી માટે દબાણ કરી ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાયાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે, ત્યારે સુરતના વેસુ વિસ્તારમાં આવેલ એલ.પી.સવાણી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.
વેસું વિસ્તારની એલ.પી.સવાણી સ્કૂલ પ્રત્યે રોષે ભરાયેલા વાલીઓ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, હાલ કોરોનાના સમયગાળામાં શાળા દ્વારા માત્ર ટ્યુશન ફી લેવામાં આવવી જોઈએ, જોકે અન્ય એક્ટિવિટી ફી ન લેવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર મામલે વાલીઓએ સ્કૂલ પ્રશાસનને રજૂઆત કરી હતી. પરંતુ તેનું કોઈ નિરાકરણ નહીં આવતાં વાલીઓએ DEO કચેરી ખાતે રજૂઆત કરી હતી.