New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-337.jpg)
સુરત ઈચ્છાપુર મેન રોડ ખાતે આવેલ કોર્પોરેશન બેન્કમાં ચોરીની ઘટના બની છે. રાત્રીના સમયે કેટલાક ઈસમો ગેસ કટર થી ATM કાપી 14.51 લાખની ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા છે.
સુરત શહેરમાં ચોરીનો સીલ સિલો યથાવત છે. ઇચ્છપોર મેન રોડ પર એક બેક ATM માંથી લાખો રૂપિયાની ચોરી થઈ છે. રાત્રીના સમયે કેટલાક ઈસમો ગેસ કટર થી ATM કાપી 14.51 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ ઘટનાની જાણ પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ચોરીની ઘટનામાં બે ટાબરિયા પણ ચોરી કરતા સીસી ટીવી માં કેદ થયા. હાલ પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીઓને પકડવા તાપસ હાથ ધરી છે. જ્યારે દિનપ્રતિદિન ચોરીની ઘટનાને લઈ પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉભા થઇ રહ્યા છે.
Latest Stories