New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/08/04142704/maxresdefault-42.jpg)
સુમુલ ડેરીની ચૂંટણી અંગે મતદાન કરવાની તારીખ જાહેર થઇ ચૂકી છે. આગામી તા. 7 ઓગસ્ટના રોજ સુરત અને તાપી જિલ્લાના અંદાજિત 800 જેટલા મતદારો ચૂંટણીમાં પોતાનો મિજાજ બતાવવાના મૂડમાં આવી ગયા છે.
સુમુલ ડેરીની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્વ થતાની સાથે જ રાજકીય માહોલ ગરમાયો હતો. જેમાં હવે 16 પૈકી 9 બેઠકો પર જંગી ચૂંટણી યોજાવા જઈ રહી છે. જોકે 2 બિનહરીફ અને 5 બેઠકો પર સમાધાન થયું હોવાનું પણ બહાર આવ્યું છે, ત્યારે તાપી જિલ્લાની તમામ 7 અને સુરત જિલ્લાની માંડવી અને મહુવા બેઠકોના ઉમેદવારો ચૂંટણી લડવાના મૂડમાં આવી ગયા છે. આગામી તા. 7 ઓગસ્ટના રોજ સુમુલ ડેરીની ચૂંટણી અંગે મતદારો મતદાન કરશે. જ્યારે તા. 9 ઓગસ્ટના રોજ મત ગણતરીનું આયોજન કરવામાં આવ્યું છે.
Latest Stories