સુરત: સ્કૂલ દ્વારા RTE અંતર્ગત એડમિશનની ના પાડતા વાલીઓમાં ઉગ્ર રોષ

સુરત: સ્કૂલ દ્વારા RTE અંતર્ગત એડમિશનની ના પાડતા વાલીઓમાં ઉગ્ર રોષ
New Update

સુરતમાં આરટીઈ મુજબ એડમિશન ન કરાતા વાલીઓ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી પહોંચી હંગામો મચાવ્યો હતો. સેન્ટ ઝેવિયર્સ, મદ્રેશા તૈયાબિયા ઈંગ્લીશ સ્કૂલ સહિત અનેક સ્કૂલ ના વાલીઓનો જિલ્લા શિક્ષણ અધિકારી ખાતે હાય હાય ના નારા લગાવી RTE અંતર્ગત પ્રવેશ માટે કડક હાથે કામગીરી કરવા માંગ કરી છે. વાલીઓ એડમિટ કાર્ડ લઇને જિલ્લા શિક્ષણ અધિકારીને ત્યાં પહોંચ્યા હતા,સ્કૂલ દ્વારા RTE અંતર્ગત એડમિશન ની ના પાડતા વાલીઓ માં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો,વાલીઓનું કહેવું છે કે સ્કૂલ દ્વારા આ મામલે કોર્ટ મેટર ચાલે છે જેથી એડમિશન આપવામાં આવશે નહીં..

પોતાના હાથ માં RTE અંતર્ગત પ્રવેશ મેળવવા માટે નું એડમિશન ફોર્મ લઈ ને વાલીઓએ વિરોધ કર્યો હતો. સુરત ના 7 ઝોન માં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા RTE અંતર્ગત પહેલા ધોરણ માં વિદ્યાર્થીઓ ને એડમિશન મળે તે માટે પરવાનગી પત્ર આપવામા આવ્યા હતા. આજે જ્યારે વાલીઓ પોતાના બાળકો સાથે આ RTE પરવાનગી પત્ર લઈ જે તે સ્કૂલ માં પહોંચ્યા હતા ત્યારે શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓ ને એડમીશન નહીં આપવામાં આવે તેવું જણાવતા પરત કર્યા હતા.

શાળા સંચાલક ના આ વલણ ને.લઈ વાલીઓ આક્રોશીત થયા હતા અને જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી પહોંચ્યા હતા.વાલીઓ નું કહેવું છે કે જે શાળા જિલ્લા શિક્ષણ અધિકારી ને ગણકારતા ન હોય તે શાળાઓનું લાયસન્સ કેન્સલ કરવા જોઈએ. જોકે કેટલાક વાલીઓ એવા છે કે જેમને RTE અંતર્ગત પ્રવેશ ની બાહેનધરી મળતાં એમને અન્ય શાળા માં.પોતાના બાળક ના એડમિશન માટે કોઈ કામગીરી હાથ ધરી નથી.એક તરફ જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા RTE પ્રવેશ પરવાનગી પત્ર આપવામાં આવી રહ્યા છે ત્યાં એ જ પરવાનગી પત્ર ને શાળા સંચાલકો માની રહ્યા નથી જ્યાં સુધી કોર્ટ માં.કેસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી શાળા સંચાલકો એડમીશન આપવાના મૂડ મા નથી.ત્યારે આવી શાળા વિરુદ્ધ કાર્યવાહી કરવા વાલીઓ માંગ કરી રહયા છે.

Here are a few more articles:
Read the Next Article