સુરતઃ બે બાળકોની માતા સાથે દીયરને પાંગર્યો પ્રેમ, સાથે કરી આત્મહત્યા

સુરતઃ બે બાળકોની માતા સાથે દીયરને પાંગર્યો પ્રેમ, સાથે કરી આત્મહત્યા
New Update

માંડવી તાલુકાના આમલી ગામે પ્રેમ સંબંધને સમાજ નહીં સ્વીકારે તેમ માની બન્નેએ મોતને વ્હાલું કર્યું

સુરત જિલ્લાનાં માંડવી તાલુકામાં આવેલા આમલી ગામે દિયર અને ભાભી વચ્ચે ત્રણ વર્ષ પૂર્વે પ્રેમસંબંધ પાંગર્યો હતો. જેનો શનિવારે અંત આવ્યો હતો. બંને પ્રેમી પંખીડાએ ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બન્ને વચ્ચેનો પ્રેમસંબંધ સમાજ સ્વીકારે તેમ ન હોવાથી આ પગલું ભર્યું હોવાનું કારણ સામે આવ્યું છે.

માંડવી તાલુકાના આમલી ગામે નિશાળ ફળિયામાં રહેતા સુરેશ ગુલસિંગ વસાવા ખેતીકામ કરે છે. તેમને ત્રણેક વર્ષ પહેલાં ભાઈ દિલીપ લક્ષ્મણ વસાવાની પત્ની દક્ષા વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. દિયર-ભાભીનો એક તરફ સમાજમાં સબંધ હોય, આ પ્રેમી પંખીડા માટે એક થવું મુશ્કેલ હતું. જેનું કારણ યુવાન સુરેશ વસાવા અપરણિત જ્યારે દક્ષા વસાવના લગ્નને દશ વર્ષનો સમય ગાળો થયો હોવાથી બે સંતાનો થઈ ચૂક્યા હતા. તેમનાં બાળકો હાલ અભ્યાસ પણ કરી રહ્યા છે.

આવા સંજોગમાં સમાજ આ સંબંધને સ્વીકારશે નહિં તેમ માની બંને પ્રેમી પંખીડાએ શનિવારે સાંજના સમયે જ ગામમાં આવેલા કેવડી ડેમના પાણીના કિનારે એક ઝાડની ડાળી સાથે ઓઢણી બાંધી એકબીજાને ગાળિયો આપી આત્મહત્યા કરી હતી. પરિવારજનોએ શોધખોળ કરતાં દિયર ભાભીની ઝાડની ડાળી પર લાશ લટકતી જોવા મળી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Here are a few more articles:
Read the Next Article