સુરતના ઉદ્યોગપતિએ ઉઠાવી ઉરી શહીદોના તમામ સંતાનોના અભ્યાસની જવાબદારી

New Update
સુરતના ઉદ્યોગપતિએ ઉઠાવી ઉરી શહીદોના તમામ સંતાનોના અભ્યાસની જવાબદારી

ઉરીમાં થયેલા આતંકવાદી હુમલામાં જવાનો શહીદ થયા બાદ તેમની દીકરીએ બીજા દિવસે શાળાની પરીક્ષા આપી પિતાના પગલે ચાલવાની વાત કરી હતી.

આ વાતથી સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીનું હ્રદય દ્રવી ઉઠ્યુ હતુ અને તેમણે શહીદોના સંતાનોના ભણતરનો તમામ ખર્ચ ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો.

unnamed

ઉરીમાં શહીદ થયેલા બિહારના નાયક સુનીલકુમારને ત્રણ પુત્રીઓ અને એક બે વર્ષનો પુત્ર છે. ત્રણેય દીકરીઓને રવિવારે રાત્રે જ ખબર પડી ગઇ હતી કે સરહદ પર ગયેલા તેમના પિતા હવે ક્યારેય પાછા નહી ફરે. તેમ છતાં સોમવારની સવારે તેઓ પિતાનો મૃતદેહ ઘેર આવે તે પહેલા સ્કુલમાં પરીક્ષા આપવા માટે ગઇ હતી.

પરીક્ષા આપ્યા બાદ એક દીકરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે અમે પણ પિતાની જેમ ભણીગણીને પિતા જેવા બનીશું અને દેશની સેવા કરીશું.

unnamed-2

પિતાના પગલે તેમની ઇચ્છા પૂર્ણ કરવાની આ વાત દેશના અન્ય હજાર પિતાના હ્રદયને સ્પર્શી ગઇ હતી અને તેમનું હ્રદય દ્રવી ઉઠ્યુ હતુ.

ત્યારે સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ જાહેર કરી દીધું હતુ કે શહીદોના પરિવાર માટે બીજા શું કરે છે તે મારે નથી જોવુ. પંરતુ, હું શહીદ થયેલા જવાનોના તમામ સંતાનોના શિક્ષણની જવાબદારી હવે મારી પોતાની છે.

unnamed-3

પી.પી. સવાણી ગૃપના મહેશ સવાણીએ જણાવ્યું હતુ કે હુમલામાં શહીદ થયેલા તમામ જવાનોના સંતાનો કોઇ પણ વિસ્તાર કે શાળા-કોલેજમાં અભ્યાસ કરતા હશે. તે તમામની ફી હું ભરીશ અને જો તેઓ પી.પી.સવાણી ગૃપની ઇન્ટરનેશનલ શાળામાં અભ્યાસ કરવા ઇચ્છે તો તેમને હોસ્ટેલ સહિતની સુવિધાઓ પુરી પાડવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં હું મારા સમાજની વિધવા બહેનોના પરિવારની અભ્યાસની જવાબદારી નિભાવી રહ્યો છું. તો મારા દેશના શહીદ જવાનોના સંતાનોના અભ્યાસની જવાબદારી ઉપાડીને દેશ સેવા કરનારની સેવા કરવાનો પ્રયત્ન કરીશ.

Latest Stories