સુરતના ઉધના પાસે મિલમાં બોઇલર ફાટતાં દિવાલ ધરાશાયી, 1નું મોત

સુરતના ઉધના પાસે મિલમાં બોઇલર ફાટતાં દિવાલ ધરાશાયી, 1નું મોત
New Update

મોડી રાત્રે રેમ્બો કોટન મિલમાં બોઇલર ફાટી જતા દીવાલ તૂટી પડી હતી

સુરતનાં ઉધના વિસ્તારમાં એક મિલમાં મોડી રાત્રે બોઇલર ફાટતાં દીવાલ તૂટી પડી હતી. જેમાં એક કર્મચારીનું ગંભીર ઈજાને પગલે મોત નિપજ્યું હતું છે. જ્યારે ત્રણ કર્ચચારીઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના ઉધના રોડ નંબર - 6 ઉપર આવેલા રેમ્બો કોર્ટ મિલમાં બની છે. જ્યાં મોડી રાત્રે અશ્વિન નારાયણ મેવાડા, ધર્મેશ યાદવ, તારા બાબુ અને અશોક સહિતના કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. તેવામાં એકાએક બોઇલર ફાટી ગયું હતું, જેમાં બોઇલર પાસેની દીવાલ તૂટી પડી હતી અને આ દીવાલ નીચે અશ્ચિન, ધર્મેશ,તારા અને અશોક દબાઇ ગયા હતા.

publive-image

બોઈલર ફાટવાનો અવાજ થતાં આસપાસમાં કામ કરતા કર્મચારીઓ પણ દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડને ઘટનાની જાણ કરાતાં તરત જ ફાયરનાં જવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. જેમણે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. જોકે અશ્વિનને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બીજી તરફ ઘટનાની જાણ ઉધના પોલીસને થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે અક્સમાત નોંધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article