સુરતના કોઝ-વે રોડ પર હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ, 1 ઝડપાયો

સુરતના કોઝ-વે રોડ પર હવામાં 3 રાઉન્ડ ફાયરિંગ, 1 ઝડપાયો
New Update

સુરત રાંદેરના કોઝ-વે રોડ પર સોમવારે રાત્રે પોણા નવેક વાગ્યે એક યુવાને હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેના પગલે રાંદેર પોલીસ દોડતી થઈ ગઈ હતી. ગણતરીના સમયગાળામાં જ પોલીસે ફાયરિંગ કરનારાને પકડી પાડ્યો છે.

publive-image

આરોપીએ પોતે સ્વબચાવ માટે ફાયરિંગ કર્યું હોવાની વાત પોલીસને કહી હતી. જોકે, પારસીની જમીનના મામલે ફાયરિંગ થયું હોવાના તારણ સાથે પોલીસે આ દિશામાં તપાસ કેન્દ્રીત કરી છે. કોઝ-વે રોડ પર ગોલ્ડન ટી સ્ટોલ સામે એક વ્યક્તિએ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનાની જાણ કોઈ રાહદારીએ પોલીસ કન્ટ્રોલ રૂમમાં કરી હતી. એ સાથે જ રાંદેર પોલીસને ફાયરિંગનો મેસેજ આપવામાં આવ્યો. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઈ આજુબાજુના સીસી કેમેરાના ફૂટેજ જોવા ઉપરાંત નજરે જોનારાઓની પૂછપરછ પણ કરી હતી.

પોલીસ ફાયરિંગ કરનારા દાનીશ ઉર્ફે મિનુ સુધી પહોંચી ગઈ હતી જેની ધરપકડ કરી એ સાથે જ ઘટનાસ્થળેથી એક ફૂટેલી કારતૂસ પણ પોલીસે કબજે કરી હતી. પોલીસની પૂછપરછમાં દાનીશે એવી કબૂલાત કરી હતી કે કોઈ અજાણ્યા માણસો તેને મારવા આવ્યા હતા. જેથી સ્વબચાવ માટે પોતે ફાયરિંગ કર્યું હતું. જોકે, પોલીસે દાનીશની આ વાત ગળે ઉતરતી નથી. પારસીની જમીનના મામલે ફાયરિંગ થયું હોવાની વાતને ધ્યાને લઈપોલીસે એ દિશામાં તપાસ કેન્દ્રીત કરી છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article