/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/maxresdefault-28.jpg)
કર્મચારીઓ ફરજ હતા ત્યારે અચાનક જ ત્રીજા માળનો સ્લેબ તૂટયો
સુરતનાં પાંડેસરા GIDCની શાલુ ડાઇંગ મિલનાં ત્રીજા માળનો સ્લેબ તૂટી પડતા ૫૦થી વધુ કર્મચારીઓ સ્લેબ નીચે દબાઇ ગયા છે. ડાઇંગ પ્રિન્ટિંગનું કામ કરતા કામદારો પર સ્લેબ પડતા કામદારો સ્લેબ નીચે દટાયા હતા. ૧૦૦ જેટલા કર્મચારીઓ ફરજ હતા ત્યારે અચાનક જ ત્રીજા માળનો સ્લેબ તૂટીને નીચે પડતા ૫૦ કર્મચારીઓ નીચે દબાઇ ગયા હતા.
આ ઘટનામાં ૩૦ જેટલા કર્મચારીઓને ઇજા થવા પામી છે, જ્યારે ૩ કર્મચારીઓને ગંભીર ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્લેબ તૂટી પડતા જેટ મશીનમાં આગ લાગી હતી. આ ઘટનાને લઇને ૨૫ જેટલા ફાયર ફાઇટર અને ૫ જેટલી ૧૦૮ ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવકામગીરી આરંભી છે.
ફાયર બ્રિગેડે લ્બેબ નીચે ફસાયેલા કર્માચારીઓને રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા છે. આ ઘટનાને કારણે નવી સિવિલ હૉસ્પિટલમાં ઇમરજન્સી કૉલ જાહેર કરાયો છે. ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફને ઇમરજન્સીમાં હૉસ્પિટલ બોલાવવામાં આવ્યા છે. ત્રણ સીએમઓ, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ સહિતનાં કર્મચારીઓએ યુદ્ધનાં ધોરણે કામગીરી આરંભી છે