/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/11/6_1510813851.jpg)
સુરતમાં કોંગ્રેસનાં યુવા નેતા સચિન પાયલટ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો હતો. જોકે તેઓએ વિરોધનો સામનો કરવો પડયો હતો. વિજય વલ્લભ ચોકમાં સચિન પાયલટ પર યુવકોએ પત્રિકાઓ ફેંકીને રાજસ્થાનમાં વિકાસ ન થયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
કોંગ્રેસનો પ્રચાર કરવા આવેલા સચિન પાયલટને સુરતમાં ક્ડવો અનુભવ થયો હતો. રાજસ્થાની યુવકોએ પૂર્વ બેઠકમાં પ્રચાર કરી રહેલા સચિનપાયલટને કાળી ટી શર્ટ કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. અને રાજસ્થાનમાં પાણી પ્રશ્નો એમને એમ હોય કોંગ્રેસ દ્વારા કશું જ ન કરવામાં આવ્યું હોવાનું જણાવીને વિરોધ કર્યો હતો.
આ અંગે સચિન પાયલટે ભાજપ પર આક્ષેપ કરીને જણાવ્યુ હતુ કે વિરોધ કરનારા ભાજપના કાર્યકરો હતા. તેમણે અમારા કાર્યકરોને ઉશ્કેરવાની કોશિશ કરી હતી. અને અમે પોઝીટીવ રાજનીતિ સાથે આગળ વધી રહ્યાં છીએ અને આ નેગેટીવ પ્રચારનો લોકો જવાબ આપશે તેમ તેઓએ જણાવ્યુ હતુ.