સુરતમાં ઘર પાસે રમતી માસુમ બાળાને કચડી મારી કાર ચાલક ફરાર

કરજણ : બામણગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે મોટરસાયકલ પર સવાર બે ઇસમોના કરૂણ મોત
New Update

સચિન ખાતેના શિવનગરના ગેટ પાસે ગઈકાલે બપોરે હીટ એન્ડ રનની ઘટના બની હતી. બેફામ દોડી આવતા કારના ચાલકે ઘર નજીક રમતી માસુમ બાળકીને કચડી મારી હતી. માસુમ બાળકીને મોતને ઘાટ ઉતારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ મુળ બિહારનો વતની દેવાંશુ ગુપ્તા સચિન ખાતેના વિશાલનગરમાં રહે છે. ગઈકાલે બપોરે ઘરની સામે આવેલા શિવનગરના ગેટ પાસે દેવાશુંની પાંચ વર્ષીય પુત્રી કનક અન્ય બાળકો સાથે રમી રહી હતી, ત્યારે માતેલા સાંઢની જેમ દોડી આવેલા કારના ચાલકે તેણીને અડફેટે લીધી હતી. બેફામ આવતા કાર ચાલકે તેણીને ચગદી નાંખી હતી. જેને પગલે માસુમ કનકને માથામાં અને હાથ-પગમાં ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે મોતને ભેટી હતી. બીજી બાજુ કારનો ચાલક અકસ્માત સર્જી ભાગી છૂટયો હતો.

મૃતક કનકના બીજા એક-એક ભાઈ બહેન છે. જ્યારે તેણીના પિતા દેવાંશુ મજૂરી કામ કરે છે. આ ઘટનાને સચિન જીઆઈડીસી પોલીસ ગંભીરતાથી નહીં લેઈ રહી હોવાનું ચિત્ર દેખાઈ રહ્યું છે. પોલીસ પાસે ફરાર ચાલકની કારનો નંબર આવી ગયો છે. છતાં ઘટનાના એક દિવસ પછી પણ સચિન જીઆઈડીસી પોલીસ કાર ચાલકને શોધી શકી નથી. આ પ્રકારના ગંભીર કેસમાં પણ પોલીસ લાપરવાહી દાખવી રહી છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article