સુરતમાં ભાજપના સાંસદો,ધારાસભ્યો આજે પ્રતીક ઉપવાસ કરશે 

ભાજપ દ્વારા 70 ઉમેદવારોનાં નામ જાહેર કરાયા,49 રિપીટ
New Update

સંસદની કાર્યવાહી ખોરવવા બદલ ભાજપ હાઈકમાન્ડે કૉંગ્રેસ સામે દેશભરમાં ધરણાં-ઉપવાસનું શસ્ત્ર ઉગામ્યું છે.

આજે સુરતના મકાઈપુલ પાસે સ્વામી વિવેકાનંદ સર્કલ.પાસે સાંસદ દર્શના જર્દોષ ઉપવાસ કરશે,તેમની સાથે સુરત ના ધારાસભ્યો જોડાશે. ગૃહરાજ્ય મંત્રી.પ્રદીપસિંહ જાડેજા સુરત માં ઉપવાસ માં જોડાશે.

આજે 12 એપ્રિલે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત મંત્રીમંડળના સભ્યો વિવિધ સ્થળેએક દિવસના પ્રતીક ઉપવાસ પર બેસીને સંસદમાં કૉંગ્રેસના વલણ સામે વિરોધ નોંધાવશે.

ગુજરાત સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, મ્યુનિસિપલકાઉન્સિલરો સહિત જનપ્રતિનિઓ ધરણાં-ઉપવાસ કરશે.કૉંગ્રેસ સંસદને ઠપ કરીને પ્રજાનાં કામોમાં વિધ્ન ઊભું કરી લોકસભાને ગળે ટૂંપો આપવાનું કામ કરી રહી છે.

સંસદ ખોરવવાનું કૉંગ્રેસે જે વલણ દાખવ્યું છે, તે માટે કૉંગ્રેસે જનતા જનાર્દનની માફી માગવી જોઈએ.

સાથે મહેસાણાના નાયબ મુખ્યમંત્રી , વડોદરાના પ્રદેશ ભાજપ પ્રમુખ , અમદાવાદના શિક્ષણમંત્રી , સુરતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા ,આણંદના મહેસુલ મંત્રી , બોટાદના ઉર્જા મંત્રી, અને જામનગરના કૃષિ મંત્રી ઉપવાશમાં જોડાશે

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article