સોનગઢમાં ૨૦ દિવસ પહેલા આધેડની શંકાસ્પદ મળેલી લાશનો ભેદ ઉકેલાયો

New Update
સોનગઢમાં ૨૦ દિવસ પહેલા આધેડની શંકાસ્પદ મળેલી લાશનો ભેદ ઉકેલાયો

સોનગઢ હાઈવે પર ડોસવાડા ગામની સીમમાંથી ૨૦ દિવસ પહેલા આધેડ માદિયા ગામીતની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવવાની ઘટનામાં પોલીસે ગુનો ઉકેલ્યો છે.ડોસવાડાના એક ખેતરમાં ચોકીદારી કરતો માદિયા ગામીત જમીનના સોદામાં વારંવાર અડચણરૃપ બનતો હોય જમીનના માલિકે અન્ય ત્રણ થી ચાર ઈસમો સાથે મળીને માદિયા ગામીતને ડોસવાડા ખાતે મોતને ઘાટ ઉતારી દઈ તેમની લાશને હાઈવે પર એકસીડન્ટમાં ખપાવવા ફેંકી દીધી હતી.

publive-image

ડોસવાડાના દાદરી ફળિયામાં રહેતો માદિયાભાઈ રતાભાઈ ગામીત(ઉ.વ.૬૬) પોખરણ ગામના પેટ્રોલપંપના પાછળના ભાગે આવેલા રામકુભાઈ બાબુભાઈ સાવલીયાનું ખેતર સાચવવાનું કામ કરતો હતો.રામકુભાઈ સાવલીયા પોતાનું આ ખેતર વેચવા માંગતો હતો.પરંતુ ત્યાં વોચમેન તરીકે કામ કરતો માદિયા ગામીત જમીનના સોદા થવા દેતો ન હતો.જમીન જોવા આવતા ગ્રાહકોને માદિયા ગામીત ભગાડી મુકતો હતો.તેથી માદિયા ગામીતને હટાવવો જરૃરી બનતા જમીન માલિકે તેનું કાસળ કાઢી નાંખવાનું નકકી કર્યુ હતું. તે દરમ્યાન સંજયભાઈ પરબતભાઈ મકાણી(રહે.પ્રમુખ છાયા સોસાયટી,યોગીચોક,પુણાગામ સુરત) તથા તેના અંકલેશ્વર વિસ્તારમાં રહેતા બે થી ત્રણ મિત્રો હરી ભરવાડ,માલા ભરવાડ વિગેરે રામકુ સાવલીયાની ડોસવાડા ખાતે આવેલી વાડીમાં રોકાયા હતા.ત્યારે તેઓ સાથે માદિયા ગામીતની બોલાચાલી થઈ હતી.તે સમયે માદિયા ગામીતે વાડીમાં રોકાયેલા આ ઈસમોને ગાળો આપી હતી.તેથી સંજય મકાણી વિગેરેનો માદિયા ગામીત પર રોષ હતો.

આ દરમ્યાન જમીનના માલિક રામકુભાઈ સાવલીયાએ અંકલેશ્વરની એક હોટલમાં માદિયા ગામીતનું કાસળ કાઢી નાંખવા સંજય મકાણી,હરી ભરવાડ,માલા ભરવાડ વિગેરે સાથે મીટીંગ કરી તેઓને આ કામ માટે ૫ લાખની સોપારી આપવાની વાત કરતા તેઓ માદિયા ગામીતનું કાસળ કાઢી નાંખવા માનીગયા હતા.જમીન માલિકે બનાવેલા કાવતરા મુજબ તમામ તા.૫-૪-૨૦૧૮ના રોજ રામકુ સાવલીયાના ડોસવાડા સ્થિત ખેતરે આવી ગયા હતા.અને કાવતરા પ્રમાણે માદિયા ગામીતને ખેતરે બોલાવી તા.૬-૪-૨૦૧૮ની રાત્રીના બે થી અઢી વાગ્યાના અરસામાં જમીન માલિક,સંજય મકાણી,માલા ભરવાડ,હરી ભરવાડ તથા અન્ય એક ઈસમે ભેગા મળી માદિયા ગામીતના મોઢા પર ઓશીકુ રાખી સાલ વડે ગળે ટુંપો આપી સાથે લોંખડના સળિયાના સપાટા મારી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પરંતુ ઘટનાને અંજામ આપતા પહેલા તા.૫-૪-૨૦૧૮ની સાંજે સંજય મકાણી ચોકીદાર માદિયા ગામીતને બીરીયાની ખાવા લઇ ગયો હતો.પોલીસ તપાસમાં આ બાબત બહાર આવતા પોલીસે સંજય મકાણીની અટક કરી કડકાઈથી પુછપરછ કરતા હત્યાનો આખો મામલો બહાર આવ્યો હતો

હત્યાને અકસ્માતમાં ખપાવવા મદિયા ગામીત પર ટેમ્પો ચઢાવી ફેંકી દીધો હતો

મદિયા ગામીતના મર્ડરને અકસ્માતમાં ખપાવવા આરોપીઓએ મરનારને રાત્રે તેની જ (જીજે-૨૬-એચ ૩૪૬૫) નંબરની મોટર સાયકલ પર બેસાડી ડોસવાડા હાઈવેની સાઈડે નાંખી દઈ તેના પર આરોપીઓએ પોતાનો ટેમ્પો ચઢાવી દીધો હતો.આ પ્રમાણે માદિયા ગામીતનું અકસ્માતમાં મોત ખપાવવાનો પ્રયાસ થયો હતો.

Latest Stories