/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/14199168_296278074075810_2383847765782406617_n.jpg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/14192062_296277970742487_4654424577650147122_n-1.jpg)
જળસંચય માટે જાગૃતિ આવી
ગુજરાતના ખેડૂતોને અભિનંદન આપતાં વડાપ્રધાને કહ્યું હતુ કે, આજે ગુજરાતના ખેડૂતો જળની ચિંતા કરતા થયા છે. પહેલા હું આ બાબતે વાત કરતો હતો તો કોઈ સમજતુ નહોતુ તે વખતે વીજળીનો મુદ્દો જ એમને માટે મહત્વનો હતો. પરંતુ હવે જળસંચયની જાગૃતિ આવી છે. જેના સારા પરિણામો મળ્યા છે.
સૌની યોજના નાની સુની સિધ્ધિ નથી.
આજે સૌની યોજના આપણી સામે સાકાર થયેલી જોવા મળે છે. પાણીનો ધોધ ખળખળ કરતો વિચારતા કરી મુકે છે. ઉંધી રકાબી જેવા કાઠીયાવાડમાં પણ નર્મદાના પાણી વહેતા થયા છે. વિપરીત પરિસ્થિતિમાં આ સાકાર કરવું એ ગુજરાતની નાની સુની સિધ્ધિ નથી. દેશવાસીઓ પણ ગૌરવ લે એવી આ ગૌરવપૂર્ણ ઘટના છે.
સોનું પકવનારી અને સૌનું ભલુ કરનાર
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/14192522_296277957409155_6879229504139988369_n.jpg)
આ સૌની યોજના સોનું પકવવાની અને સૌનું ભલુ કરવાની તાકાત ધરાવતી યોજના છે. એક નદી જીવનને કેટલું તારી શકે. પરંતુ આપણી પણ કેટલીક ફરજો બને છે. પાણી આવે તો વેડફવાનું બંધ કરવું પડે. ડ્રિપ ઇરીગેશન, જળ સંચયની જાગૃતિ પણ જરૂરી છે. પાણી રહેવું જોઇએ. આપણા પૂર્વજો આપણા માટે મુકી ગયા છે તો આપણે પણ કોઇકના માટે તો પાણી મુકવું જ પડે. માટે જળસંચય જરૂરી છે.
સ્થાયી વિકાસ અને પરિવર્તન
સૌની યોજના સાકાર થતાં 115 ડેમ પાણીથી છલોછલ હશે. પ્રગતિ આવી જ રીતે આવે. ટુકડા ફેંકવાથી નહીં. અમે સ્થાયી રીતે વિકાસ અને પરિવર્તન બનાવવામાં માનીએ છીએ.
એલઇડી બલ્બ વેચવામાં ગુજરાત નંબર વન
2 કરોડ એલઇડી બલ્બ જનતાને આપી ગુજરાતે દેશમાં ડંકો વગાડયો છે.સમગ્ર દેશમાં ગુજરાત એલઇડી બલ્બ વેચવામાં નંબર વન રહ્યું છે. આને લીધે સરેરાશ એક પરિવારમાં વર્ષે 2 હજાર રૂપિયાની બિલમાં બચત થશે. ઉપરાંત હજારો ટન કાર્બન વાતાવરણમાં ભળતો અટકશે.
ગુજરાતનો વિકાસ મંત્ર હવે દેશમાં
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2016/08/14212213_296278010742483_2827223860818417035_n.jpg)
ગુજરાત વિકાસ મંત્ર લઇને ચાલ્યું, દેશને એક દિશા આપી, આ વિકાસનો મંત્ર પણ દેશની આકાંક્ષાઓ, અપેક્ષાઓને પુરી કરવાની તાકાત ધરાવે છે. એક ગુજરાતનો બેટો આજે દેશના કલ્યાણ માટે નીકળ્યો છે. ગુજરાતના એક સંતાનની જવાબદારી આવી છે ત્યારે ગુજરાતનો આ સંતાન ક્યારેય પાછી પાની નહીં કરે. ગુજરાતના કલ્યાણ માર્ગને જે રીતે આગળ વધાર્યો હતો અેજ રીતે દેશ કલ્યાણના માર્ગને પણ આગળ વધારીશ.
ભારતે ગતિ પકડી છે
દુનિયાના સંપન્ન દેશો પણ આગામી સમયમાં હિન્દુસ્તાનની ગતિ સામે લાચાર હશે. વિકાસના દોડમાં ભારતે ગતિ પકડી છે. દુનિયામાં ચારો તરફ મંદીનું વાતાવરણ છે પરંતુ ભારતે પોતાની ગતિ દિશા આગળ વધારી છે. સમગ્ર દેશમાં આ વખતે સારા ચોમાસાના કારણે વિકાસ નવી ઉંચાઇ પ્રાપ્ત કરશે.