સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદઃ અમરેલીની નાવલી નદીમાં આવ્યું પૂર

સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદઃ અમરેલીની નાવલી નદીમાં આવ્યું પૂર
New Update

ઉનાળાની આકરી ગરમીથી ત્રસ્ત સૌરાષ્ટ્રમાં આખરે જોરદાર પ્રિમોનસૂન વરસાદ શરુ થયો છે. જેમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં ભારે તોફાન અને વાવાઝોડા સાથે ૩ ઈંચ, લીલીયામાં દોઢ ઈંચ, લાઠીમાં ર મી.મી. , ધારીમાં ૧૧મી.મી, અમરેલીમાં ૭ મી.મી વરસાદ વરસ્યો હતો. જેને કારણે પંથકમાં શીત લહેર ફરી વળી હતી. બીજી તરફ નાવલી નદીમાં ઘોડાપુરથી ૨૦૦ કેબીનો તણાઈ ગઈ હતી. એક મોટર કાર પણ તણાઈ હતી. જિલ્લામાં રસ્તાઓ પર વૃક્ષો ધરાશાયી થતાં પીપાવાવને જોડતો રસ્તો, અમરેલી- ધારી રસ્તો બંધ થઈ ગયો હતો. જોકે બાદમાં વૃક્ષો હટાવી લેવાતાં વાહન વ્યવહારને પૂર્વવત્ત કરાયો હતો.

publive-image

શનિવારે મોડી સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે સાવરકુંડલા અને સમગ્ર તાલુકામાં વરસાદ આવતા દોઢ કલાકમાં ૩ ઈંચ વરસાદ પડી ગયો હતો. સાવરકુંડલા ઉપરાંત વંડા બાઢડા, નેસડી, ગાધડકા, ચરખડિયા, વગેરે ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલામાં વાવાઝોડાની હાલત ઉભી થતાં દરબારગઢના નળિયા ઉડીને દુરદુર ફેકાયા હતા. ભારે વરસાદથી નાવલી નદીમાં પુર આવ્યુ હતુ જેના કારણે નાવલીના પટમાં રહેલી ૨૦૦ કેબીનો તણાઈ ગઈ હતી. નાવલી નદીના પટમાં મીકેનીકે કાર રીપેરીંગની કેબિન બનાવી છે. અને આ સ્થળે રીપેર માટે આવેલી કાર નદીના પુરમાં તણાઈ અને એક કીલોમીટર દુર નાવલી પોલીસ ચોકીએ જઈ ઉભી રહી હતી. સદભાગ્યે કારમાં કોઈ ન હતુ. પુર વખતે એક ગાય પણ તણાઈ જતાં તેનું મોત નીપજયું હતુ. નાવલી નદીના પટમાં શાકમારકીટ પણ તણાઈ ગઈ હતી. શહેરના નીચાણવાળા વિસ્તારોને ખાલી કરવા મામલતદારે જાહેરાત કરી છે.

publive-image

ભરઉનાળે એક જ ઝાટકે ડેમ છલકાતા લોકો ઉમટયા

ભારે વરસાદના કારણે સાવરકુંડલાના ગાયત્રી મંદીર પાસેનો સ્થાનિક ડેમ છલોછલ ભરાઈ જતાં તેને જોવા લોકોના ટોળે ટોળા ઉમટયા હતા. આ વખતે સૌ પ્રથમ વરસાદ ઈશાન ખુણામાંથી આવતા અને શુભ ચોઘડિયે શરૂ થતાં ચોમાસાના સારા સંકેતો આપે છે.

#દિવાળી સમાચાર
Here are a few more articles:
Read the Next Article